ભારતમાં મજબૂત સરકારની જોરદાર હિમાયત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે પાકિસ્તાન 70 વર્ષથી હાથમાં બોંબ લઇને સાથે ભારતને ડરાવતું હતું, પરંતુ હવે ભીખનો કટોરો લઈને ફરે છે. દેશમાં ‘ધાકડ’ સરકાર હોય છે, ત્યારે દુશ્મનો પણ દેશને કોઈ નુકસાન કરતા પહેલા 100 વાર વિચારે છે.
હરિયાણાના અંબાલામાં એક ચૂંટણી રેલીને સંબોધતા વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જો મજબૂત સરકાર હશે તો દુશ્મનો ભારતને પડકારતા પહેલા પહેલા બે વાર વિચારવા મજબૂર બનશે. જ્યારે દેશમાં ‘ધાકડ’ સરકાર હોય છે, ત્યારે દુશ્મનો પણ કોઈ નુકસાન કરતા પહેલા 100 વાર વિચારે છે. પાકિસ્તાન 70 વર્ષથી તેના હાથમાં બોમ્બ હોવાનું કહીને દેશને પરેરાશ કરતું હતું. આજે તેના હાથમાં ભીખનો કટોરો છે. ‘ધાકડ’ સરકાર હોય ત્યારે દુશ્મનો થરથર ધ્રૂજે છે.
4 જૂને ચૂંટણીના રિઝલ્ટને આડે માત્ર બે અઠવાડિયા બાકી રહ્યાં ત્યારે મોદીએ ભાજપના ભવ્ય દેખાવનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કરતાં જણાવ્યું હતું કે 4 જૂનને આડે માત્ર 17 દિવસ જ બાકી છે. ચૂંટણીના ચાર તબક્કા પછી કોંગ્રેસ, ઇન્ડિયા ગઠબંધન અને તેમના તમામ મિત્રો, પક્ષોનો સંપૂર્ણ સફાયો થયો છે. ઇન્ડિયા ગઠબંધનની તમામ રણનીતિને જનતાએ પરાજિત કરી છે. હરિયાણા એક એવું રાજ્ય છે, જેની રગોમાં દેશભક્તિ છે. હરિયાણા રાષ્ટ્ર વિરોધી શક્તિઓને સારી રીતે જાણે છે.