ફાઇલ ફોટો . (ANI Photo)

અમદાવાદમાં મદરેસાના સરવે દરમિયાન ટોળાએ શનિવારે એક સરકારી શાળાના આચાર્ય પર હુમલો કરીને માર માર્યો હતો. પોલીસે પાંચથી સાત લોકો પર ફરિયાદ દાખલ કરીને બે વ્યક્તિની ધરપકડ કરી હતી. ગુજરાતના શિક્ષણ વિભાગના રાજ્યની મદરેસાઓની તપાસ કરવાના નિર્ણયને પગલે આ વિવાદ સર્જાયો હતા.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પાંચથી સાત વ્યક્તિઓ સામે ગેરકાયદેસર રીતે ભેગા થવા, તોફાનો કરવા,નુકસાન પહોંચાડવા, લૂંટ અને ગુનાહિત ધાકધમકી આપવાનો કેસ દાખલ કરાયો હતો.

અધિકારીએ જણાવ્યું હતું કે, શ્રુતિ હાયર સેકન્ડરી સ્કૂલના આચાર્ય સંદીપ પટેલ આ સરકારી કવાયતના ભાગરૂપે, ત્યાંના વિદ્યાર્થીઓની સંખ્યા અને તેના માળખાકીય સુવિધાઓ સહિતની વિગતો એકત્ર કરવા શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલી મદરેસામાં ગયા હતા. મદરેસા બંધ જોઈને તેમણે બહારથી તેના ફોટા લેવાનું શરૂ કર્યું. તે જ સમયે, લોકોનું એક ટોળું તેમની પાસે આવ્યું હતું અને તે શું કરી રહ્યો છે તે જાણવાની માંગ કરી હતી. આચાર્યે જણાવ્યું હતું કે તેઓ શાળાના આચાર્ય છે અને સરકારી આદેશ મુજબ ફોટા લઇ રહ્યાં છે. જોકે ટોળાએ તેમને માર માર્યો અને તેનો મોબાઈલ ફોન અને દસ્તાવેજો છીનવી લીધા હતાં.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એજ્યુકેશન કમિટીના અધિકારી લબ્ધીર દેસાઈએ જણાવ્યું હતું કે સરકારના આદેશ મુજબ આવી કેટલીક જગ્યાઓનો સર્વે કરવામાં આવ્યો હતો.અમે 175 મદરેસાઓનો એક સર્વે કર્યો હતો અને દરેક ટીમમાં બે સભ્યો હતા. અમને કવાયત દરમિયાન ટેકો મળ્યો હતો.

LEAVE A REPLY