આર્કટિકમાં વ્યૂહાત્મક રીતે મહત્ત્વના સ્વાલબાર્ડ દ્વીપસમૂહમાં ખાનગી માલિકીની જમીનના અંતિમ ટુકડા પર કબજો જમાવવા માટે ચીન અને નોર્વે વચ્ચે સ્પર્ધા છે. આ એવી મિલકત છે જેનું ચીનને આકર્ષણ છે પરંતુ નોર્વે લડત આપવાનો ઇરાદો ધરાવે છે. આ દ્વીપસમૂહ એવા સ્થાને જ્યાં મુખ્ય નોર્વે અને ઉત્તર ધ્રુવની વચ્ચે અડધા રસ્તે છે. જ્યાં બરફ પીગળી રહ્યો છે અને રશિયા તેમ જ પશ્ચિમ દેશો વચ્ચેના સંબંધો સતત બગડી રહ્યા હોવાથી આ એક એવો આર્કટિક પ્રદેશમાં જે ભૌગોલિક રાજકારણ અને આર્થિક દૃષ્ટિએ મહત્ત્વનો બની ગયો છે. દક્ષિણ-પશ્ચિમ સ્વાલબાર્ડમાં દૂર આવેલી આ અનોખી મિલકત સોર ફેગરફજોર્ડને 300 મિલિયન યુરોમાં ખરીદી શકાશે.

અંદાજે મેનહટ્ટન જેટલો (23 ચોરસ માઇલ) વિસ્તાર ધરાવતી આ મિલકતની આસપાસ પર્વતો, મેદાનો, ગ્લેશિયર અને પાંચ કિલોમીટર લાંબો સમુદ્ર કિનારો છે, પરંતુ ત્યાં અન્ય કોઇ પાયાની સુવિધા નથી.
આ જમીનના વેચાણકારના વકીલ પર કીલ્લિંગસ્ટેડે સમાચાર એજન્સી- એએફપીને જણાવ્યું હતું કે, “આ સ્વાલબાર્ડની અંતિમ ખાનગી જમીન છે, અને અમારી માહિતી મુજબ, વિશ્વના ઉંચા આર્કટિકમાં અંતિમ ખાનગી જમીન છે. આ જમીનના સંભવિત ખરીદનારા ચીનના લોકો છે. હકીકતમાં તો તેઓ લાંબા સમયથી આર્કટિક અને સ્વાલબાર્ડમાં રૂચિ દર્શાવી રહ્યા છે અને દેશમાંથી તેમના “ઇરાદાના નક્કર સંકેતો અમને” મળ્યા છે. સ્વાલબાર્ડનું સંચાલન 1920ની આંતરરાષ્ટ્રીય સંધિ અંતર્ગત થાય છે, જેમાં વિદેશી હિતોને પર્યાપ્ત સ્થાન મળે છે.

 

LEAVE A REPLY