(ANI Photo)
ભારતીય દર્શકોને ‘હાઉસફુલ’સીરિઝની ફિલ્મોએ ખૂબ મનોરંજન આપ્યું છે. હવે ‘હાઉસફુલ 5’ના નિર્માણની તૈયારીઓ શરૂ થઇ છે. આ નવી ફિલ્મમાં અભિષેક બચ્ચનનું આગમન થયું છે. ફિલ્મમાં અક્ષયકુમાર અને રિતેશ દેશમુખ સાથે અન્ય કલાકારો પણ લોકોને હસાવતા જોવા મળશે.
ફિલ્મનું શૂટિંગ યુકેમાં આ વર્ષે ઓગસ્ટમાં શરૂ થશે અને ફિલ્મ આવતા વર્ષે જૂનમાં રિલીઝ થશે. 2008માં રિલીઝ થયેલી ‘દોસ્તાના’ના ડાયરેક્ટર તરુણ મનસુખાણી ‘હાઉસફુલ 5’નું દિગ્દર્શન કરશે. ફિલ્મનો પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા છે. ‘હાઉસફુલ 3’માં અગાઉ જોવા મળેલો અભિષેક બચ્ચન કહે છે, ‘આ ‘હાઉસફુલ’ મારી ફેવરિટ કોમેડી ફ્રેન્ચાઇઝી છે અને આ ફિલ્મમાં એન્ટ્રી થવી એ મારા માટે ઘરે પાછા ફરવા સમાન છે.
સાજિદ નડિયાદવાલા સાથે કામ કરવાની હંમેશાં મજા પડે છે. હું અક્ષયકુમાર અને રિતેશ દેશમુખ સાથે સેટ પર ધમાલ મચાવવા માટે આતુર છું. સાથે જ મારા ફ્રેન્ડ તરુણ મનસુખાણી સાથે ‘દોસ્તાના’ બાદ ફરીથી કામ કરવા માટે પણ ઉત્સાહિત છું. ખૂબ મજા આવશે.’
બીજી તરફ અભિષેક બચ્ચનની એન્ટ્રીથી ખુશ સાજિદ નડિયાદવાલા કહે છે, ‘અભિષેકને ‘હાઉસફુલ’ની ફ્રેન્ચાઇઝીમાં પાછો લાવવાની મને ખુશી છે. તેનું કામ પ્રત્યેનું સમર્પણ, તેનો કોમિક ટાઇમિંગ અને પ્રામાણિકતા અમારી ફિલ્મને નિખારશે.’

LEAVE A REPLY