યુકેના કાઉન્ટર ટેરર ચીફ તરીકે ફરજ બજાવી ચૂકેલા ભૂતપૂર્વ આસિસ્ટન્ટ કમિશનર અને કાઉન્ટર ટેરરિઝમ પોલીસિંગના રાષ્ટ્રીય આગેવાન નીલ બાસુ QPMએ ધ ટેલિગ્રાફમાં લખેલા એક લેખમાં રવાન્ડા યોજના એક જુગાર છે અને આતંકવાદની જેમ જ ઇમીગ્રન્ટ્સની બોટનો સામનો કરવો જોઇએ અને ભાવિ લેબર સરકાર આ કામ સરકારક રીતે કરશે એમ જણાવ્યું છે.
તેમણે જણવ્યું હતું કે ‘’છેલ્લા છ વર્ષોમાં, મેં અંગ્રેજી ચેનલમાં નિરાશા અને ક્રોધના મિશ્રણ સાથેની ઘટનાઓ જોઈ છે. હજારો પુરુષો, સ્ત્રીઓ અને બાળકો ઉત્તરી ફ્રાન્સમાંથી ખતરનાક બોટ અને ડીંગીઓમાં જોખમી ચેનલ ક્રોસિંગ કરવાનું ચાલુ રાખ્યું છે. તમામ સંગઠિત ગુનેગારોની જેમ આ વેપાર પાછળની ગેંગ માત્ર પૈસાથી પ્રેરિત છે. તેઓ લોકોને જોખમમાં મૂકે છે અને લોકો મૃત્યુ પામે તેની તેમને કોઈ પરવા નથી. સાત વર્ષની સારાહ અલહાશિમીના મૃત્યુ સહિત પાંચ લોકોનું બૌલોન નજીક, વિમેરેક્સનો બીચ છોડ્યા પછી બર્ફીલા પાણીમાં મૃત્યુ થયું હતું. તે બોટમાં 112 લોકો સવાર હતા.
નેશનલ ક્રાઈમ એજન્સી (NCA) ફ્રેન્ચ સત્તાવાળાઓ સાથે મળીને સખત મહેનત કરી રહી છે, પરંતુ આ વર્ષે બ્રિટિશ કિનારા પર પહોંચેલી રેકોર્ડ સંખ્યા – લગભગ 9,000ની છે. એવા કોઈ પુરાવા નથી કે રવાન્ડા યોજના આ ગેંગને અટકાવશે અને સ્થળાંતર કરનારાઓને તેમની બોટમાં બેસતા અટકાવશે; તે £500 મિલિયનથી વધુનો ખર્ચાળ ખર્ચાળ પ્રોજેક્ટ છે, જે યુકેમાં રહેલા એસાયલમ સિકર્સના માત્ર એક અંશને દૂર કરશે.
ખરેખર તો તેના બદલે, મજબૂત નેતૃત્વ, વધારાના સંસાધનો અને આપણી સરહદોનું રક્ષણ કરવા માટે વધુ સુસંગત માળખા સાથે – આમૂલ નવા લો એન્ફોર્સમેન્ટ અભિગમની જરૂર છે. મેં છ વર્ષથી કાઉન્ટર ટેરરિઝમ પોલીસિંગનું નેતૃત્વ કર્યું છે. તેથી સર કેર સ્ટાર્મરે આ સૌથી પડકારરૂપ મુદ્દાઓ પર કામ કરતી બહુવિધ એજન્સીઓના કાર્યને ટર્બોચાર્જ કરવા માટે વ્યવહારુ નીતિ સાથેની દરખાસ્તો મૂકતા મને આનંદ થયો છે.
લેબરની નવી બોર્ડર સિક્યોરિટી કમાન્ડ નવા કમાન્ડરના નેતૃત્વ હેઠળ કામ ચલાવાશે અને સેંકડો વધારાના યુકે ઇન્વેસ્ટીગેટર્સ, ફરિયાદીઓ અને અધિકારીઓને તેમની સાથે કામ કરવા માટે તૈનાત કરાશે.
આતંકવાદ સામે લડવાના આપણા પ્રયાસો અને સરહદોની સુરક્ષા માટે જરૂરી કાર્ય વચ્ચે સમાનતા દોરવા માટે સર કેર યોગ્ય છે. લેબર ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટમાં કામ કરતા લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી નવી સત્તાઓ પણ સુયોજિત કરી રહી છે.