(PTI Photo/Ravi Choudhary)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સવારે ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક માટે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. મોદીએ ઉમેદવારી કરી ત્યારે તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને એનડીએ ગઠબંધન નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે પાર્ટીના વડા જે.પી. નડ્ડા, ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, તેમજ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમના મેઘાલયના મુખ્યપ્રધાન કોનરાડ સંગમા, રાષ્ટ્રીય લોકદળના વડા જયંત ચૌધરી અને લોક જનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાન તેમજ અપના દળ (સોનેલાલ)ના વડા અનુપ્રિયા પટેલ અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના ઓમ પ્રકાશ રાજભર સહિતના નેતાઓ હાજર રહ્યાં હતાં.

ઉમેદવારીપત્ર ભરતા પહેલા મોદીએ ગંગાના કિનારે પ્રતિષ્ઠિત દશાશ્વમેધ ઘાટ પર યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ હાજર સાથે પ્રાર્થના કરી હતી અને કાલ ભૈરવ મંદિરમાં દર્શન કર્યા હતા. મંદિરની મુલાકાત લેતા પહેલા તેમણે જણાવ્યું હતું કે આજે મારા મારો રોમ રોમ કાશીના કણ-કણને નમસ્કાર કરી રહ્યો છે. રોડ શોમાં મને તમારા બધા તરફથી જે સ્નેહ અને આશીર્વાદ મળ્યા છે તે અકલ્પનીય અને અનુપમ છે. હું અભિભૂત અને લાગણીશીલ છું! તમારા પ્રેમની છાયામાં 10 વર્ષ કેવી રીતે પસાર થઈ ગયા તે મને સમજાયું નહીં. ત્યારે મેં કહ્યું કે મા ગંગાએ મને બોલાવ્યો હતો. આજે માતા ગંગાએ મને ગોદમાં લીધો છે.

મોદી વારાણસીમાંથી સતત ત્રીજી મુદત માટે ચૂંટણી લડી રહ્યા છે. વારાણસીમાં લોકસભાની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં 1 જૂને મતદાન થશે. 2019ના મતદાનમાં મોદી લગભગ 4.8 લાખ મતોથી જીત્યા હતા. અગાઉની ચૂંટણીમાં તેઓ 3.72 લાખના માર્જિન જીત્યાં હતા.

LEAVE A REPLY