(PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે વારાણસીમાં ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે છ કિલોમીટર લાંબો મેગા રોડ શો કર્યો હતો. ભગવા પોશાકમાં મોટી સંખ્યામાં મહિલાઓ રોડ શોમાં જોડાઈ હતી. વડા પ્રધાન મોદી બાબા વિશ્વનાથના આશીર્વાદ લીધા હતા. રોડ શોના રૂટ પર કાશીના પ્રખ્યાત લોકોના કટઆઉટ લગાવવામાં આવ્યા હતાં. રોડ શો દરમિયાન ઠેરઠેર  શંખ ​​અને ઢોલ અને ડમરુના નાદ સાથે વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

મોદીના રોડ શોમાં જંગી જનમેદની એકઠી થઈ હતી. મોદી મંગળવારે આ લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરવાના છે.

મોદીએ રોડ શોની શરૂઆત કરતા પહેલા અહીં લંકા વિસ્તારમાં માલવીય ચૌરાહા ખાતે શિક્ષણવિદ અને સમાજ સુધારક મદન મોહન માલવીયની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી.

લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કામાં 1 જૂનના રોજ મતદાન થનાર વારાણસી સીટ પરથી વડાપ્રધાન સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યાં છે. બીજેપીના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે રોડ શો દરમિયાન મરાઠી, ગુજરાતી, બંગાળી, મહેશ્વરી, મારવાડી, તમિલ અને પંજાબી સહિત વિવિધ સમુદાયોના લોકોએ 11 ઝોનમાં 100 પોઈન્ટ પર મોદીનું સ્વાગત કર્યું હતું.

 

LEAVE A REPLY