(PTI Photo)

મુંબઈ અને પડોશી મેટ્રોપોલિટન વિસ્તારોમાં સોમવાર, 13મેએ તોફાની ધૂળની આંધી સાથે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ભારે પવન અને વરસાદને કારણે મેટ્રો અને લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી. વાતાવરણમાં અચાનક પલટો આવતા મુંબઈ એરપોર્ટની કામગીરી પણ અસ્થાઈ રૂપે સ્થગિત કરાઈ હતી. વાવાઝોડા દરમિયાન 15 ફ્લાઈટ ડાઇવર્ઝ કરાઈ હતી.

ભારતીય હવામાન વિભાગ (IMD) મુંબઈએ થાણે, પાલઘર અને મુંબઈમાં વીજળીના કડાકા સાથે વાવાઝોડાની અને મધ્યમથી તીવ્ર વરસાદની આગાહી કરતી આગાહી કરી હતી.

મેટ્રો રેલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જોરદાર પવનને કારણે આરે અને અંધેરી પૂર્વ મેટ્રો સ્ટેશનો વચ્ચે મેટ્રો સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. આ ઉપરાંત કેટલીક જગ્યાએ વૃક્ષો પડવાના બનાવો પણ નોંધાયા હતાં.

દાદર, કુર્લા, માહિમ, ઘાટકોપર, મુલુંડ અને વિક્રોલીના ઉપનગરોમાં તોફાની પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો, જ્યારે દક્ષિણ મુંબઈના ભાગોમાં ઝરમર ઝરમર વરસાદ જોવા મળ્યો હતો.

ધૂળની આંધી સાથે વરસાદને કારણે બપોરે 3 વાગ્યાની આસપાસ આકાશ અંધારું થઈ ગયું હતું. વરસાદે મુંબઈ અને તેની આજુબાજુના વિસ્તારના રહેવાસીઓને ગરમીથી રાહત આપી હતી પરંતુ મહાનગરની આકાશ ધૂળની ડમરીઓથી ઘેરાઈ ગઈ હતી. હવામાનમાં આવેલા અચાનક ફેરફારથી વાહનવ્યવહાર થંભી ગયો હતો. દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક એવા મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ અને ટેકઓફ કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હતી. એરપોર્ટ ઓથોરિટીએ એક અપડેટમાં જણાવ્યું હતું કે ઓપરેશન સાંજે 5:03 વાગ્યે ફરી શરૂ થયું હતું અને

મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં વરસાદ અને તોફાની પવન વચ્ચે લોખંડનું હોર્ડિંગ તૂટી પડતાં  ઓછામાં ઓછા સાત લોકો ઘાયલ થયા હતા

 

LEAVE A REPLY