નવી મુંબઈમાં, સોમવાર, 13 મે, 2024 વરસાદ વચ્ચે મુસાફરો, (PTI Photo)

ગુજરાતના કેટલાંક જિલ્લામાં આગામી ત્રણ દિવસ સુધી ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી વચ્ચે સોમવાર, 13 મેએ અમદાવાદ સહિતના રાજ્યોના અનેક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું હતું અને ભારે પવન સાથે હળવો વરસાદ પડ્યો હતો. ભારે પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી અને આકાશમાં અંધારુ છવાયું હતું.

સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદ અને કરા પડ્યા હતાં, જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો અને સ્થાનિકોને રાહત મળી હતી. ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં પણ હળવો વરસાદ પડ્યો હતો. સોમવારે રાજ્યના નવસારી, ભાવનગર, ડાંગ જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં બપોરે 2 થી 4 વાગ્યા સુધી વરસાદ પડ્યો હતો, જેમાં બોટાદમાં સૌથી વધુ 20મીમી વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગે આગામી બે દિવસ માટે અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી હતી.

વરસાદની આગાહીને પગલે રાજ્યના કૃષિ વિભાગે ખેડૂતોને પાકના નુકસાનને ટાળવા પગલાં લેવાની સલાહ આપતાં જણાવ્યું હતું કે ખેડુતોએ તરત જ તેમની ઉપજ અને લણણી કરેલ પાકને સલામત સ્થળે ખસેડવો જોઈએ અથવા તેને પ્લાસ્ટિક/તાડપત્રીથી ઢાંકવો જોઈએ. વિભાગે ખેડૂતોને વરસાદ દરમિયાન પાક પર જંતુનાશકો અને ફર્ટિલાઇઝર્સનો છંટકાવ કરવાનું ટાળવાની પણ સલાહ આપી હતી.

LEAVE A REPLY