(Photo by Gareth Copley/Getty Images)

ઈંગ્લેન્ડના દિગ્ગજ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને ગયા સપ્તાહે પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી. 41 વર્ષના આ પીઢ પેસર માટે વેસ્ટ ઈન્ડિઝ સામેની ઘરઆંગણાની શ્રેણી તેની છેલ્લી સીરીઝ બની રહેશે. 2003માં ઈંગ્લેન્ડ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ પછી તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 187 ટેસ્ટ મેચમાં 700 વિકેટ અત્યારસુધીમાં લીધી છે. આ સિદ્ધિ મેળવનારો વિશ્વનો તે પહેલો ફાસ્ટ બોલર છે.

જેમ્સ એન્ડરસને ઈંગ્લેન્ડ માટે 194 વન-ડે અને 19 ટી-20ની સાથે 187 ટેસ્ટ રમ્યો છે. ઈંગ્લેન્ડ માટે 194 વન-ડેમાં 29.22ની સરેરાશથી 269 વિકેટ લીધી છે, તો 19 ટી-20 મેચમાં તેણે 18 વિકેટ લીધી છે.

LEAVE A REPLY