વૈજ્ઞાનિકોને કોરોના વાયરસને નાથવા માટે એક નવા પ્રકારની રસીનું સંશોધન કરવામાં સફળતા મળી છે. આ વાયરસ તેનું જે સ્વરૂપ બદલે છે તેનાથી ફક્ત રસી દ્વારા જ રક્ષણ મળે છે. અમેરિકા અને યુરોપના વૈજ્ઞાનિકોએ મળીને એક નવી ઓલ-ઇન-વન રસીનું સંશોધન કર્યું છે જે ઓમિક્રોન, ડેલ્ટા, આલ્ફા, ગામા, એક્સ સહિત તમામ પ્રકારના કોરોના સામે રક્ષણ આપી શકે છે. વૈજ્ઞાનિકોનું આ સંશોધન તાજેતરમાં ‘નેચર નેનોટેકનોલોજી’માં પ્રકાશિત થયું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે આ સંશોધન નવા અભિગમ- પ્રોએક્ટિવ વેક્સિનોલોજી પર આધારિત છે. અમેરિકાની ઓક્સફોર્ડ, કેમ્બ્રિજ યુનિવર્સિટી અને કેલિફોર્નિયાની કેલ્ટેકના સંશોધકોએ સંયુક્ત રીતે આ અભ્યાસ હાથ ધર્યો છે, જેમાં કોરોના વાયરસના આઠ અલગ-અલગ સ્વરૂપો પર તેની અસરની પણ તપાસ કરવામાં આવી હતી.
કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધક રોરી હિલ્સે જણાવ્યું હતું કે, તેમનો અભ્યાસ એવી રસી બનાવવા પર છે જે આવનારી કોરોના મહામારી સામે રક્ષણ આપવામાં મદદ કરી શકે. ઉદાહરણ તરીકે, નવી રસીમાં કોરોના વાયરસ સામેલ નથી પરંતુ તે હજુ પણ તે વાયરસ પ્રત્યે માનવીઓમાં રોગપ્રતિકારક પ્રતિક્રિયા ઉત્પન્ન કરી શકે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આપણે કોરોના વાયરસની નવી મહામારી આવે ત્યાં સુધી રાહ જોવી જોઈએ નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “અમે એક રસી બનાવી છે જે વિવિધ કોરોના વાયરસની વિશાળ શ્રેણી સામે રક્ષણ પૂરું પાડે છે, જેને આપણે હજુ જાણતા પણ નથી.”

LEAVE A REPLY