અમેરિકાના શિકાગોમાં 2 મેથી એક ભારતીય વિદ્યાર્થી ગુમ થયો હોવાના અહેવાલ મળ્યાં છે. તેલંગણાનો 25 વર્ષીય રૂપેશ ચંદ્ર ચિંતાકીંદી કોનકોર્ડિયા યુનિવર્સિટી, વિસ્કોન્સિનમાંથી માસ્ટર્સ કરી રહ્યો છે.

શિકાગોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે જણાવ્યું હતું કે તે રૂપેશ ચંદ્ર ચિંતાકીંદીની શોધખોળ કરવામાં પોલીસ અને ભારતીય ડાયસ્પોરાના સંપર્કમાં છે.

શિકાગો પોલીસે એક નિવેદનમાં જારી કરીને રૂપેશ અંગે કોઇ માહિતી મળે તો પોલીસને જાણ કરવાનો અનુરોધ કર્યો હતો. તે શિકાગોનના એન શેરિડન રોડના 4300 બ્લોકમાંથી ગુમ હતો. આ સ્થળ પર તે રહેતો હતો.

હનમકોંડા જિલ્લાના રહેવાસી રૂપેશ ચંદ્ર ચિંતકીંડના પિતા સી સદાનંદમે જણાવ્યું હતું કે તેમણે 2 મેની બપોરે તેના પુત્ર સાથે વોટ્સએપ પર વાતચીત કરી હતી. આ પછી હું તેનો સંપર્ક કરી શક્યો નથી અને તે ઑફલાઇન છે. પરિવારે તેના રૂમમેટ્સ સાથે વાત કરી હતી. તેઓએ તેમને કથિત રીતે કહ્યું કે તે ટેક્સાસમાં કોઈને મળવા જઈ રહ્યો છે. તે કોને મળવા ગયો હતો તેની અમને ખબર નથી.

એપ્રિલની શરૂઆતમાં પણ એક ભારતીય વિદ્યાર્થી ગુમ થયો હતો અને ઓહાયોમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.

LEAVE A REPLY