લંડનના મેયર સાદિક ખાન ભલે આ ચૂંટણીમાં ‘રેકોર્ડ સપોર્ટ’ની વાતો કરતા હોય પણ પાંચમાથી 1 કરતાં પણ ઓછા લંડનવાસીઓએ સાદિક ખાનને ઓફિસમાં ત્રીજી મુદત આપવા માટે મત આપ્યો છે.
ટોરીના ઉમેદવાર સુસાન હોલના 32.7 ટકા મતની સરખામણીમાં લેબર મેયર ખાને 43.8 ટકા મત મેળવ્યા હતા. પરંતુ મતદાનનો આંકડો માત્ર 40.5 ટકા હતો. આનો અર્થ એ થયો કે સાદિક ખાનની જીત પાછળ લંડનના માત્ર 17.7 ટકા મતદારો જવાબદાર છે.