ગાઝા સંઘર્ષમાં ઇઝરાયેલની સખત નિંદા નહિં કરવાના લેબરના વલણને પગલે લેબર પક્ષને નોંધપાત્ર મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારોમાં નુકસાન પહોંચ્યું છે અને તેનો દેખાવ નિરાશાજનક રહ્યો હતો. તો બીજી તરફ ઇંગ્લેન્ડની લોકલ કાઉન્સિલ્સમાં 40 થી વધુ પેલેસ્ટિનિયન કેમ્પેઇનયર્સ કાઉન્સિલર તરીકે ચૂંટાઇ આવ્યા છે. ઓછામાં ઓછા 12 ટાઉન હોલ – કાઉન્સિલમાં તેમણે લેબર ઉમેદવારોને હરાવ્યા હતા.
પ્રેશર જૂથ ‘ધ મુસ્લિમ વોટ’એ લેબર પાસે 18 માંગણીઓ કરી છે જેમાં ઇઝરાયેલ સાથે બ્રિટનના લશ્કરી સંબંધોનો અંત લાવવા અને પેલેસ્ટાઇન રાજ્યને માન્યતા આપવાનો સમાવેશ થાય છે.
વિજય સરધસમાં સામેલ કેટલાકે પેલેસ્ટિનિયન ધ્વજના રંગોના રોઝેટ્સ પહેર્યા હતા. જ્યારે અન્ય લોકોએ તેમની જીત ગાઝાના લોકોને સમર્પિત કરી હતી. તો એક પ્રચારક ‘અમે પેલેસ્ટાઈનનો અવાજ ઉઠાવીશું. અલ્લાહુ અકબર!’ ના નારા લગાવતો જોવા મળ્યો હતો.
ઓલ્ડહામમાં, અપક્ષ ઉમેદવારોએ 21 બેઠકોમાંથી આઠ બેઠકો; પેન્ડલ, લેન્કેશાયરમાં અપક્ષોએ 12માંથી પાંચ બેઠકો અને બ્રેડફર્ડમાં 30માંથી નવ બેઠકો જીતી હતી. તેમાંના ઘણાએ સ્પષ્ટપણે પેલેસ્ટાઈનના સમર્થનમાં પ્રચાર કર્યો હતો.
લીડ્સમાં ગ્રીન પાર્ટીના ઉમેદવાર મોતીન અલીએ કહ્યું કે તેઓ ‘પેલેસ્ટાઈનનો અવાજ ઉઠાવશે – અલ્લાહુ અકબર!’ જો કે પેલેસ્ટાઈન તેમના પક્ષના પ્રોફાઇલ પેજ પર દર્શાવવામાં આવ્યું ન હતું.
ગ્રેટર માન્ચેસ્ટરમાં થેમસાઈડ કાઉન્સિલની ચૂંટણીમાં પેલેસ્ટાઈન તરફી સ્વતંત્ર ઉમેદવાર તરીકે પ્રચાર કરનાર કલીલ ખાને લાંબા સમયથી સેવા આપતા લેબર નેતા ડેવ મેકનાલીને હરાવ્યા હતા. તેમની કેમ્પેઇન વેબસાઇટમાં જણાવાયું હતું કે ‘ગાઝામાં ઇઝરાયેલની કાર્યવાહીને સંભવિત નરસંહાર જાહેર કરવામાં લેબર પાર્ટીની નિષ્ફળતા શરમજનક છે.’
ઇઝરાયેલ-ગાઝા સંઘર્ષમાં યુદ્ધવિરામ માટે લેબર પક્ષના વિલંબને કારણે તેને ઘણું મોંઘુ પડ્યું છે અને તે અપક્ષો, યુદ્ધ વિરોધી વર્કર્સ પાર્ટી ઓફ બ્રિટન અને ગ્રીન્સ સામે હારી ગયો હતો.
આ કારણોસર લેબર પાર્ટીના નેતાઓના દિલદીમાગમાં ચિંતા ઘર કરી ગઇ છે અને લેબર નેતાઓએ મુસ્લિમ મતદારોનો વિશ્વાસ પુનઃપ્રાપ્ત કરવાની હાકલ કરી છે.
લેબરના ડેપ્યુટી કોમ્પેઇન કો-ઓર્ડીનેટર એલી રીવ્સે સ્વીકાર્યું હતું કે પક્ષને સમર્થનના પુનઃનિર્માણ માટે અને મતદારોને “અમારી સ્થિતિને સમજવા” માટે “ઘણું કામ કરવાનું” છે. આ અગાઉ લેબર પાર્ટીના નેતા કેર સ્ટાર્મર અને નેશનલ કેમ્પેઇન કો-ઓર્ડિનેટર પેટ મેકફેડને સમાન ચિંતા વ્યક્ત કરી હતી.
સ્ટાર્મરે કહ્યું હતું કે “મેં તમને સાંભળ્યા છે અને હું તમારી ચિંતાઓને સાંભળવા અને ભવિષ્યમાં ફરીથી તમારું સન્માન અને વિશ્વાસ મેળવવા માટે કટિબદ્ધ છું.”
મહિનાઓની લડાઈ પછી, લેબરે ફેબ્રુઆરીમાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે હાકલ હાકલ કરવાના ઇનકારને કારણે દસ ફ્રન્ટ બેન્ચર્સે રાજીનામું આપ્યું હતું.
વસ્તી ધરાવતા વિસ્તારમાં છે. તો વેસ્ટ મિડલેન્ડ્સના મેયરની રેસમાં લેબરના રિચાર્ડ પાર્કરે વર્તમાન મેયર એન્ડી સ્ટ્રીટને હરાવ્યા હતા. આ બેઠક માટે જ્યોર્જ ગેલોવે દ્વારા સમર્થિત અપક્ષ અખ્મેદ યાકૂબને લગભગ 70,000 મત મળ્યા હતા.
બીબીસીના વિશ્લેષણમાં જણાયું હતું કે 58 જેટલા કાઉન્સિલ વોર્ડમાં જે સ્થળે દર પાંચમાંથી એક કરતાં વધુ રહેવાસીઓ મુસ્લિમ હતા તે વોર્ડમાં 2021ની સરખામણીમાં લેબરનો મત હિસ્સો 21 ટકા ઓછો હતો. જો કે લંડનમાં મેયર સાદિક ખાને યુદ્ધવિરામની હાકલ કરી હતી. જેને પગલે લંડનના 15 ટકાથી વધુ મુસ્લિમ વસતી ધરાવતા ભાગોમાં લેબર વોટ સરેરાશ ત્રણ પોઈન્ટ વધારે રહ્યો હતો.
બીજી તરફ યુદ્ધ શરૂ થયાના એક અઠવાડિયામાં જ “તાત્કાલિક યુદ્ધવિરામ” માટે હાકલ કરનાર ગ્રીન્સ પાર્ટીએ 2021 કરતાં પોતાના મતનો હિસ્સો વધાર્યો છે.
વરિષ્ઠ ટોરી નેતાએ જણાવ્યું હતું કે ‘’મને ડર છે કે હવે ટાઉન હોલ સ્થાનિક સેવાઓને બદલે વિદેશી બાબતો પર ચર્ચાઓ દ્વારા પ્રભુત્વ ધરાવશે.’’