હિન્દુ સંગઠનના નેતાની હત્યા કરવાની યોજના ઘડવા બદલ સુરત પોલીસે શનિવારે મુસ્લિમ મૌલવીની રીતે ધરપકડ કરી હતી.
સુરતના પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે આરોપીએ પાકિસ્તાન અને નેપાળના લોકો સાથે મળીને ₹1 કરોડની ‘સુપારી’ આપીને હિન્દુ સંગઠનના નેતાની હત્યા કરવાની અને પાકિસ્તાનમાંથી શસ્ત્રો મંગાવવાનું ષડયંત્ર રચ્યું હતું.
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે એક વ્યક્તિની હિલચાલ રાષ્ટ્ર વિરોધી છે અને તેથી તેના પર નજર રાખવામાં આવી હતી. સુરતના ચોકબજાર વિસ્તારમાંથી તેની અટકાયત કરી તેનો મોબાઈલ ચેક કરવામાં આવ્યો હતો. તે પાકિસ્તાન અને નેપાળના લોકો સાથે ચેટિંગ કરી રહ્યો હતો. તેમની યોજના પહેલા હિંદુ સંગઠનના નેતાને નિશાન બનાવવાની હતી
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે 27 વર્ષીય આરોપી મૌલવી છે અને મદરેસામાં ભણાવે છે. આરોપી છેલ્લા 2 વર્ષથી પાકિસ્તાનના ડોંગર નામના વ્યક્તિ અને નેપાળની સેહનાઝ નામની વ્યક્તિના સંપર્કમાં હતો. પાકિસ્તાન અને નેપાળના આરોપીઓએ મૌલવીની ઉશ્કેરણી કરી હતી કે ભારતમાં હિંદુ સંગઠનો દ્વારા પયંગબર સાહેબની સતત બદનામી કરવામાં આવી રહી છે.