વોટ જેહાદ અને સંપત્તિની પુનઃવહેંચણીના મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર ચાલુ રાખતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ લોકોની મિલકત ‘વોટ જેહાદ’માં સંડોવાયેલા લોકોને વહેંચવા માંગે છે, પરંતુ દેશની સંપત્તિ પર ગરીબ, દલિત અને આદિવાસીઓનો પ્રથમ અધિકાર રહે તે મોદી સુનિશ્ચિત કરશે છે. પૃથ્વી પરની કોઈપણ તાકાતને આપણું બંધારણ બદલી શકશે નહીં.
ઝારખંડના ચાઇબાસા ખાતે ટાટા કોલેજ ગ્રાઉન્ડ ‘મહા વિજય સંકલ્પ સભા’ને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે તેમની સરકાર ગરીબો, દલિતો, આદિવાસીઓ અને અન્ય નબળા વર્ગો સહિત હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના ઉત્થાન પર પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે, પરંતુ કોંગ્રેસ કહે છે કે મુસ્લિમોનો દેશના સંસાધનો પર પ્રથમ હક છે. કોંગ્રેસે જાહેરાત કરી હતી કે તે વ્યક્તિઓની સંપત્તિ, મહિલાઓની માલિકીનું સોનું, સ્ત્રીધન, ચાંદી, જમીનનો સર્વે હાથ ધરશે અને ‘વોટ જેહાદ’માં સંડોવાયેલા લોકોને ફરીથી વહેંચશે. તમારી મહેનતના પૈસા અને મિલકત સરકાર છીનવી લે તે તમે સહન કરી શકશો?”
મોદીએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ એસસી, એસટી, ઓબીસી અનામત છીનવી લઇને મુસ્લિમોને આપવા માગે છે. કોંગ્રેસ દેશમાં ધાર્મિક વિભાજનના બીજ વાવવાનો ઈરાદો ધરાવે છે. પરંતુ હું જ્યાં સુધી તેઓ જીવિત છું ત્યાં સુધી આદિવાસી અને ઓબીસી સમુદાયો માટેના ક્વોટાનો દુરુપયોગ કરવા દઈશ નહીં. કર્ણાટકમાં ફતવો બહાર પાડવામાં આવ્યો અને રાતોરાત ત્યાંના તમામ મુસ્લિમોને ઓબીસીમાં કન્વર્ટ કરાયાં હતાં.
પશ્ચિમ બંગાળના બર્ધમાન-દુર્ગાપુર, કૃષ્ણનગર અને બીરભૂમ ખાતે એક પછી બીજી ચૂંટણી રેલીઓને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળની ટીએમસી રાજ્યમાં હિંદુઓને બીજા-વર્ગના નાગરિકો બનાવી રહી છે. ટીએમસી ભ્રષ્ટાચાર અને તુષ્ટિકરણની રાજનીતિ કરીને લોકશાહીની કબર ખોદી રહી છે.
મુર્શિદાબાદ જિલ્લામાં ટીએમસી ધારાસભ્ય હુમાયુ કબીરની તાજેતરની ટિપ્પણીનો ઉલ્લેખ કરીને મોદીએ જણાવ્યું હતું કે બંગાળમાં હિંદુઓ શા માટે બીજા-વર્ગના નાગરિક બની ગયા છે? ટીએમસીના એક ધારાસભ્યે તાજેતરમાં નિવેદન આપ્યું હતું કે તેઓ હિંદુઓને ભાગીરથી નદીમાં ફેંકી દેશે. આ કેવું રાજકારણ છે? શું ટીએમસી માટે માનવતા કરતાં તુષ્ટિકરણ વધુ મહત્વનું છે?” તેમને રામ મંદિર, રામ નવમી શોભાયાત્રા અને જય શ્રી રામના નારા સામે વાંધો છે.