બોલીવૂડમાં અમિતાભ બચ્ચન, અજય દેવગણ, શાહરુખ ખાન જેવા દિગ્ગજ કલાકારોની સાથે કાર્તિક આર્યન જેવા નવોદિતો પાસે કારના કાફલામાં અતિ મોંઘેરી જુદી જુદી કારનું કલેક્શન છે. કેટલાક અભિનેતાઓ તેમની વૈભવી જીવનશૈલી અને મોંઘી કારના શોખ માટે ખૂબ જાણીતા છે. અહીં તેમની પાસેની મોંઘેરી કાર વિશે માહિતી આપવામાં આવી છે.
કાર્તિક આર્યન
કાર્તિક આર્યને તાજેતરમાં જ ભારતની પ્રથમ મેકલારેન જીટી કાર ખરીદી છે, જેની કિંમત રૂ. 3.73 કરોડ હોવાનું કહેવાય છે. આ સિવાય પણ ઘણી ફિલ્મી સેલિબ્રિટી પાસે જુદી જુદી પ્રકારની આધુનિક કાર છે.
શાહરુખ ખાન
શાહરુખ ખાન પાસે જુદા જુદા પ્રકારની અનેક કાર છે, પણ તેને સૌથી વધુ તો રોલ્સ રોયસ કાર સૌથી વધુ પસંદ છે. આ ઉપરાંત તેની પાસે બુગાટી વેરોન કાર છે, જેની અંદાજિત કિંમત રૂ. 12 કરોડ છે. શાહરુખ ખાન પાસે કેટલી અન્ય લક્ઝરી કાર પણ છે, જેમાં મર્સિડિઝ, બીએમડબ્લ્યુ અને ઓડીનો સમાવેશ થાય છે.
રિતિક રોશન
બોલીવૂડમાં યુવા દિલોની ધડકન રિતિક રોશન પાસે રોલ્સ રોયલ ઘોસ્ટ સીરિઝ-2 કાર છે, જે એક ખૂબ જ શાનદાર લક્ઝરી કાર છે. આ કાર તેની અલભ્ય ડીઝાઈન, પાવરફુલ એન્જિન અને આરામદાયક ઈન્ટિરિયર માટે વધુ જાણીતી છે. આ ઉપરાંત રિતિક રોશન પાસે ફેરારી 360 મોડેના, એસ્ટન માર્ટિન રેપિડ એસ છે. રિતિક રોશનનો સમાવેશ બોલીવૂડના સફળ કલાકારોમાં થાય છે.
અમિતાભ બચ્ચન
બોલીવૂડ શહેનશાહ અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ જુદી જુદી કારના શોખીન છે. એમની પાસે રૂ. 10 કરોડથી વધુ કિંમતની મર્સિડિઝ બેન્ઝ અને રૂ. આઠ કરોડની વધુનું રોલ્સ રોય્સ કાર છે. તેમના કારના કલેક્શનમાં મર્સિડિઝ બેન્ઝ ‘એસએલ ૫૦૦’, મિની કુપર એસ, રેન્જ રોવર, બેન્ટલી કોન્ટિનેન્ટલ જીટી, બેન્ટલી એરેન્જ આર અને પોર્શ કેમૈન એસ જેવી અનેક વૈભીવ કારનો કાફલો છે.
અજય દેવગણ
અજય દેવગણ પાસે તેની સૌથી મોંઘી કાર રોલ્સ રોય કલિનન છે, જેની કિંમત અંદાજે રૂ. સાત કરોડથી વધુ છે. આ એક ભભકાદાર અને લકઝરી કાર છે, જે તેની અલભ્ય ડીઝાઈન અને પાવરફુલ એન્જિન માટે જાણીતી છે. આ ઉપરાંત અજય દેવગણ પાસે મસરેટી, મર્સિડિઝ બેન્ઝ એસ ક્લાસ અને રેન્જ રોવર વોગ જેવી મોંઘી કારનો કાફલો છે.
આમિર ખાન
આમિર ખાન પાસે મર્સિડિઝ બેન્ઝ મેબેક એસ-600 કાર છે, જે એક ખૂબ જ શાનદાર અને લક્ઝરી કાર છે. આ કાર પોતાની શ્રેષ્ઠ સુરક્ષા, સુવિધા અને પાવરફુલ એન્જિન માટે જાણીતી છે. આમિર ખાનની કારમાં ફાયર અને સિક્યુરિટી એલાર્મ સીસ્ટમ પણ છે, જે તેને વધુ સુરક્ષા આપે છે. આ કારની કિંમત અંદાજે રૂ. 2.5 કરોડ છે અને તેની સ્પીડ કલાકના 250 કિલોમીટરની છે.