(ANI Photo)

ઉત્તરપ્રદેશની અમેઠી લોકસભા બેઠક પરંપરાગત રીતે ગાંધી પરિવારનો ગઢ રહ્યો છે. જોકે 2019ની લોકસભાની ચૂંટણીમાં મોદી લહેર વચ્ચે સ્મૃતિ ઇરાનીએ આ બેઠક પરથી રાહુલ ગાંધીને પરાજયનો સ્વાદ ચખાડ્યો હતો.

કોંગ્રેસના સમર્થકોને આશા હતી કે રાહુલ ગાંધી ફરી મેદાનમાં ઉતરીને આ ખોવાયેલો કિલ્લો પુનઃપ્રાપ્ત કરશે. જોકે કોંગ્રેસ હાઇ કમાન્ડ અમેઠી બેઠક પર 26 વર્ષો પછી ગાંધી પરિવાર સિવાયના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે.

ગાંધી પરિવારના પ્રખર વફાદાર કિશોરી લાલ શર્મા આ વખતે અમેઠીથી કોંગ્રેસના ઉમેદવાર છે. આ બેઠક પરથી છેલ્લા બિન-ગાંધી ઉમેદવાર સતીશ શર્મા હતા, જેમણે ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા બાદ ખાલી પડેલી બેઠક પર બે વાર જીત મેળવી હતી. પરંતુ તેમણે 1998ની ચૂંટણીમાં હારનો સ્વાદ ચાખ્યો હતો.

અમેઠી કોંગ્રેસ માટે માત્ર એક લોકસભા બેઠક નથી, પરંતુ તે તેમનો ગઢ છે. આ બેઠક પરથી  રાજીવ ગાંધી, તેમના ભાઈ સંજય ગાંધી, પત્ની સોનિયા ગાંધી અને પુત્ર રાહુલ ગાંધી ચૂંટણી જીતી ચુક્યા છે. સંજય ગાંધીએ 1990માં આ સીટ જીતી હતી, પરંતુ તે વર્ષે એર ક્રેશમાં તેમના મૃત્યુ બાદ 1981માં પેટાચૂંટણી થઈ હતી. રાજીવ ગાંધીએ આ બેઠક પર ચાર વખત જીત મેળવી હતી.

LEAVE A REPLY