(ANI Photo)

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેઠીની જગ્યાએ રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડવાનું પસંદ કર્યા પછી ભાજપે કટાક્ષ કર્યો હતો કે ભાગ રાહુલ ભાગ, હવે આવું જ ચાલશે. ભાજપે જણાવ્યું હતું કે અમેઠીમાંથી હાર્યા પછી રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પર ગયા હતાં. હવે કેરળની બેઠક પરથી હારના ભયને કારણે રાયબરેલી બેઠક પસંદ કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે “ડરો મત, ભાગો મત.” વડાપ્રધાન મોદીએ બંગાળમાં એક રેલીને સંબોધતા કહ્યું હતું કે રાહુલ ગાંધી હારના ડરથી અમેઠીથી ભાગી ગયા છે. આજે હું તેમને પણ કહેવા માંગુ છું કે ડરો મત, ભાગો મત.

અહીં ઉલ્લેખનીય છે કે ભાજપ પર કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ અંગે પ્રહાર કરતી વખતે રાહુલ ગાંધી ઘણીવાર નેતાઓને સલાહ આપી ચુક્યા છે કે ડરો મત.

LEAVE A REPLY