હમઝા યુસુફના રાજીનામાનું સ્કોટલેન્ડના વિરોઘ પક્ષોએ સ્વાગત કર્યું છે. સ્કોટિશ ટોરીઝે કહ્યું હતું કે યુસફે આ અઠવાડિયાના અંતમાં અવિશ્વાસના મતમાં “અપમાનજનક હાર” રાજીનામુ આપીને ટાળી હતી અને લેબર પાર્ટીએ સમગ્ર દેશમાં “નવી શરૂઆત” માટે ટૂંક સમયમાં યુકે-વ્યાપી સામાન્ય ચૂંટણીની માંગ કરી હતી.
સ્કોટિશ લેબર લીડર અનસ સરવરે SNPને ચેતવણી આપી છે કે હવે સ્કોટલેન્ડ પર બીજા બિનચૂંટાયેલા ફર્સ્ટ મિનિસ્ટર લાદશો નહીં.” તો સ્કોટિશ કન્ઝર્વેટિવ લીડર ડગ્લાસ રોસે જણાવ્યું હતું કે હમઝા યુસફે “સ્કોટલેન્ડના લોકોને નીચાજોણું કરાવ્યું હતું.”