કેન્સરના નિદાન પછી કેન્સર રિસર્ચ યુકેના નવા પેટ્રન બનનાર કિંગ ચાર્લ્સ રાણી કેમિલા સાથે તેમના પ્રથમ મોટા જાહેર મિલનના ભાગ રૂપે મંગળવારે સેન્ટ્રલ લંડનમાં યુનિવર્સિટી કોલેજ હોસ્પિટલમાં મેકમિલન કેન્સર સેન્ટર ખાતે કેન્સરના દર્દીઓ અને નિષ્ણાત કેન્સર સેન્ટરના સ્ટાફ સાથે ઉમળકાભેર વાતો કરી હતા.
ગયા અઠવાડિયે બકિંગહામ પેલેસના નિવેદનમાં તેમના સ્વાસ્થ્ય વિશે વધુ સકારાત્મક સંદેશ બાદ આ મુલાકાત સામે આવી છે. ઇસ્ટર ચર્ચ સર્વિસ સેવા સિવાય, કિંગ કેન્સરના અનિશ્ચિત સ્વરૂપની સારવાર શરૂ થઈ ત્યારથી જાહેર કાર્યક્રમોથી દૂર રહ્યા છે. પરંતુ તેમના ડોકટરો “અત્યાર સુધીની પ્રગતિથી ખૂબ પ્રોત્સાહિત” હોવાનું કહેવાય છે.
મંગળવારે સેન્ટ્રલ લંડનમાં યુનિવર્સિટી કોલેજ હોસ્પિટલમાં મેકમિલન કેન્સર સેન્ટરની પ્રતીકાત્મક મુલાકાત વખતે કોઈએ બૂમ પાડીને “શું તમે પાછા આવીને ખુશ છો?” એમ પૂછતાં તેમણે ખુશખુશાલ થઇ જવાબ આપ્યો હતો જોકે તેમના શબ્દો અસ્પષ્ટ હતા.
હોસ્પિટલની અંદર, રાજા સાર્કોમા માટે કીમોથેરાપીનો બીજો રાઉન્ડ લેતા લેસ્લી વુડબ્રિજ સહિતના દર્દીઓને મળ્યા હતા. એક યુવાન દર્દીને રાણીએ પુસ્તકો અને ચોકલેટનો સિક્કો આપ્યો હતો. રાજાએ સીટી સ્કેનર જેવા તબીબી સાધનો જોયા હતા અને સ્ટાફ સાથે વાતો કરી હતી. મુલાકાત દરમિયાન, તેઓ ચેરિટીના મુખ્ય ચિકિત્સક, પ્રોફેસર ચાર્લી સ્વાન્ટનને મળ્યા હતા જેમણે વિવિધ કેન્સરનો સામનો કરવાના પ્રોજેક્ટનું નેતૃત્વ કર્યું છે.
વહેલા નિદાન માટે કેન્સરની તપાસના મહત્વ પર ભાર મૂકતા કિંગે કહ્યું હતું કે પડકાર પૂરાતા લોકોને વહેલા નિદાનની તક મળે તે છે. આ મુલાકાતનો હેતુ કેન્સરના પ્રારંભિક નિદાનના મહત્વ વિશે જાગૃતિ લાવવાની રાજાની ઇચ્છાને ચાલુ રાખવાનો હતો. આશા છે કે તેઓ અન્ય લોકોને આરોગ્ય તપાસ માટે પ્રોત્સાહિત કરશે.
રાજાની કેન્સરની સારવાર હજુ પણ ચાલુ છે અને હજુ સુધી તેની પૂર્ણ થવાની કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી.
જૂનના અંતમાં જાપાનના સમ્રાટ અને મહારાણીની સ્ટેટ વિઝીટનું આયોજન કરવા માટે પૂરતા પ્રમાણમાં સારા હોવાની અપેક્ષા છે. જો કે રાજા ટ્રુપિંગ ધ કલર, ગાર્ડન પાર્ટીઓ અને ડી-ડે સમારોહ સહિત આગામી અઠવાડિયામાં યોજાનારી કેટલીક મુખ્ય શાહી ઇવેન્ટ્સમાં હાજરી આપી શકશે કે કેમ તે અનિશ્ચીત છે.