2 મેના રોજ દેશમાં સ્થાનિક કાઉન્સિલો અને મેયરની ચૂંટણીના થોડા દિવસો પહેલા સેન્ટ્રલ સફોક અને નોર્થ ઇપ્સવિચના કન્ઝર્વેટિવ સાંસદ ડેન પોલ્ટરે વિરોધ પક્ષ લેબર પાર્ટીમાં પક્ષપલટો કરવાની જાહેરાત કર્યા બાદ વડા પ્રધાન ઋષિ સુનકે આગામી જુલાઈમાં સામાન્ય ચૂંટણી થઇ શકે છે તેવો અંદેશો આપ્યો હતો.
સુનકે ‘સ્કાય ન્યૂઝ’ને ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે “જ્યારે સામાન્ય ચૂંટણીની વાત આવે છે, ત્યારે હું ઘણી વખત તે વિશે ખૂબ જ સ્પષ્ટ છું, અને ફરીથી, હું પહેલેથી જ કહ્યું છે તેના કરતાં વધુ હું કંઈ કહેવાનો નથી, હું તેના વિશે ખૂબ જ સ્પષ્ટ છું.”
NHS ખાતે સુનકે સારવારની શોધમાં દર્દીઓ માટે રાહ જોવાના સમયમાં ઘટાડો તરફ ધ્યાન દોરી વડા પ્રધાન સુનકે ફુગાવામાં ઘટાડો, સંરક્ષણ બજેટમાં વધારો કરવો અને રવાન્ડાના સલામતી બિલ અને ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને દેશનિકાલ કરવાની કામગીરી જણાવી હતી.
દરમિયાન, યુકેના કેટલાક મીડિયા અહેવાલો સૂચવે છે કે ‘’અપેક્ષિત ઑક્ટોબર/નવેમ્બરની સમયરેખા કરતાં વહેલા – ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા સુનકના નેતૃત્વ સામે પક્ષના કોઈપણ આંતરિક બળવાને અટકાવવા માટે યુક્તિ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.