શ્રીજી ધામ હવેલી, 504 મેલ્ટન રોડ, લેસ્ટર LE4 7SP ખાતે ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીની દિવ્ય હાજરીમાં શ્રી મહાપ્રભુજી પ્રાગટય મહોત્સવનું આયોજન તા. 5-6-7 મે ના રોજ સાંજે 5.00 વાગ્યાથી કરવામાં આવ્યું છે. તા. 5ને રવિવારે શોભાયાત્રા, તિલક દર્શન, વચનામૃત અને મનોરથ; તા. 6 સોમવારે આમ મનોરથ, વચનામૃત અને રસિયા તથા તા. 7 મે ના રોજ મંગળવારે ફૂલ મંડળી- ફૂલ ફાગ મનોરથ અને વચનામૃત અને રાસ ગરબાનો લાભ મળશે. પધરામણી, બ્રહ્મસંબંધ અને મનોરથી બનવા માટે સંપર્ક: +44 116 212 2827 ઇમેઇલ: [email protected]