મધ્યપ્રદેશની ઇન્દોર લોકસભા બેઠક પર કોંગ્રેસને બીજો ફટકો પડ્યો હતો. સુરત ઘટનાની જેમ અહીં પણ તેના ઉમેદવાર અક્ષય બામ ચૂંટણીની રેસમાંથી બહાર થઈ ગયા હતાં અને ભાજપમાં જોડાઈ ગયા હતાં.
ઇન્દોરમાં 13 મેના રોજ ચૂંટણીના ચોથા તબક્કામાં મતદાન થવાનું છે.જિલ્લા કલેક્ટર આશિષ સિંઘે પત્રકારોને જણાવ્યું હતું કે, “કોંગ્રેસના બામ સહિત ત્રણ ઉમેદવારોએ આજે નિયત પ્રક્રિયા મુજબ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચ્યા હતા. પ્રક્રિયાની વિડિયોગ્રાફી પણ કરવામાં આવી છે.”
અક્ષય બામ તેમની ઉમેદવારી પાછી ખેંચવા માટે જિલ્લા કલેક્ટર કચેરીની મુલાકાતે ગયા, તેમની સાથે ભાજપના ધારાસભ્ય રમેશ મેન્ડોલા હતાં.કોંગ્રેસે ચૂંટણીમાં નવોદિત 45 વર્ષીય બામને ઈન્દોરમાં ભાજપના વર્તમાન સાંસદ શંકર લાલવાણી સામે મેદાનમાં ઉતાર્યા હતા.
ગયા અઠવાડિયે ગ્રેસના ઉમેદવારે છેલ્લી ઘડીએ ઉમેદવારીપત્ર પાછું ખેંચી લેતા 22 એપ્રિલે સુરત લોકસભા સીટ માટે ભાજપના મુકેશ દલાલને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં.