ગુજરાતમાં ક્ષત્રીયો વિરુદ્ધ નિવેદન કરવાના વિવાદમાં રાજકોટની લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ફરીથી એક મહત્ત્વ વાત કરી હતી. તેમણે જસદણમાં આયોજિત એક ચૂંટણી સભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે ભૂલ મેં કરી હતી, જાહેરમાં માફી પણ માગી છે. મારે કોઈ ભૂલ કરવાનો ઇરાદો નહોતો. મેં ક્ષત્રીય સમાજની વચ્ચે જઈને ક્ષમાયાચના માગી છે. તેમણે મને પ્રતિસાદ પણ આપ્યો હતો, પરંતુ વડાપ્રધાન મોદીનો વિરોધ કેમ?

તેમણે વધુમાં કહ્યું હતું કે, તમે તમારા રાષ્ટ્રના યોગદાનને યાદ કરો. ભાજપના વિકાસમાં તમારું મોટું યોગદાન છે. 18 કલાક કામ કરવાવાળા વ પ્રધાન મોદી જ્યારે દેશ સિવાય કંઈ ના વિચારતા હોય, ત્યારે 140 કરોડ લોકોને પોતાનો પરિવાર સમજતા હોય, ત્યારે તેમનો વિરોધ મારે કારણે કેમ? મોદીની વિકાસ યાત્રામાં અનેક ક્ષત્રીયો સાથે રહ્યા છે. મારી ભૂલ હું સ્વીકારું છું, પણ વડાપ્રધાન મોદીની વિરુદ્ધ ક્ષત્રીય સમાજને ઊભો કરવો એ મને યોગ્ય નથી લાગતું. તેમની સામે દર્શાવવામાં આવી રહેલા આક્રોશને લઈને ફરથી વિચાર કરો. રૂપાલાના વિવાદમાં ભાજપના ડેમેજ કન્ટ્રોલના તમામ પ્રયાસો છતાં ગુજરાત, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવાં રાજ્યોમાં ક્ષત્રીય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાંક સપ્તાહોમાં આ રાજ્યોમાં ભાજપની વિરુદ્ધ અને સમાજ તરફથી વિરોધ-પ્રદર્શન થયા હતા. જેથી ભાજપની મહત્ત્વની મતબેન્ક રાજપૂતો પહેલા બે તબક્કામાં મતદાનથી દૂર રહ્યા હોવાનું કહેવાય છે.

LEAVE A REPLY