પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં બુધવારે રાત્રે એક જ સમુદાયના બે જૂથો વચ્ચે હિંસક અથડામણમાં લીરાબેન ભરવાડ નામની 80 વર્ષીય મહિલાનું મોત થયું હતું અને બીજા ચાર વ્યક્તિને ઇજા થઈ હતી. સમાજના બે જૂથોએ લાકડીઓ અને પથ્થરોથી એકબીજા પર હુમલો કર્યો હતો. એક સ્થાનિક મંદિરના ઉત્સવ માટેના પેમ્ફલેટમાં અમુક વ્યક્તિઓના નામના સમાવેશ અંગેના મતભેદને કારણે આ વિવાદ થયો હતો.

આ અથડામણ પછી બંને પક્ષોના કુલ 21 જાણીતા અને અજાણ્યા વ્યક્તિઓ સામે બે એફઆઈઆર દાખલ કરી હતી. પ્રથમ એફઆઈઆરમાં સાત વ્યક્તિઓના નામ હતા. તેમાં ત્રણ અજાણ્યા વ્યક્તિઓને આરોપી તરીકે નામ આપવામાં આવ્યા હતા. તેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, રમખાણો, ગેરકાયદેસર એકઠા થવું જોવા આરોપ મૂકવામાં આવ્યાં હતા.
વસ્ત્રાપુર પોલીસ ઇન્સ્પેક્ટર એલએલ ચાવડાએ જણાવ્યું હતું કે, “વસ્ત્રાપુર વિસ્તારના બે જૂથો એક મંદિરના ઉત્સવ માટેના પેમ્ફલેટમાં નામો પ્રકાશિત કરવાના મુદ્દે એકબીજા સાથે બાખડ્યા હતા અને પથ્થરમારો કર્યો હતો.પથ્થરમારાને કારણે એક વૃદ્ધ મહિલાનું મોત થયું હતું.પોલીસ હાલમાં આ દુ:ખદ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવાના પ્રયાસો કરી રહી છે.

LEAVE A REPLY