બ્લૂમબર્ગ ન્યૂઝના જણાવ્યા અનુસાર, અસ્ડાના બિલીયોનેર માલિકોમાંના એક ઝુબેર ઈસા તેમના ભાઈ મોહસિન ઈસા સાથેના કથિત અણબનાવને પગલે યુએસ જાયન્ટ TDR કેપિટલમાં સુપરમાર્કેટ આસ્ડાના પોતાના 22.5% હિસ્સાનું વેચાણ કરવા માટેના સોદાની સંમત થવાની નજીક છે.
આ સોદાથી આસ્ડામાં TDRનું હોલ્ડિંગ લગભગ બે તૃતીયાંશ થઈ જશે અને તેનાથી ઈસા ભાઈઓ વચ્ચેના સંબંધો વધુ બગડશે. દેવાથી ભરાયેલ સુપરમાર્કેટમાં પોતાનો હિસ્સો વેચવાની યોજનાની ફેબ્રુઆરીમાં ઝુબેરે જાહેરાત કરી ત્યારે તેનું મૂલ્ય £500 મિલીયન કરતાં વધુ હોવાનું માનવામાં આવતું હતું. ઝુબેર તેના ભાઈ મોહસીન સાથે બનાવેલ EG ગ્રુપ પેટ્રોલ સ્ટેશનના વધુ હિસ્સાને ખરીદવા માંગે છે.
આ વર્ષની શરૂઆતમાં, ધ ટેલિગ્રાફના અહેવાલને પગલે, મોહસિને પુષ્ટિ કરી હતી કે તે EYના ભૂતપૂર્વ ભાગીદાર વિક્ટોરિયા પ્રાઈસ સાથે રોમેન્ટિક સંબંધમાં છે, જેમણે ગયા વર્ષે જુલાઈમાં EY છોડ્યું ત્યાં સુધી આસ્ડાના ઓડિટર હતા.