ઇસ્ટ લંડનમાં રહેતા અને નાગરેચા કેશ એન્ડ કેરીના નામે બિઝનેસ કરતા પ્રતિષ્ઠિત બિઝનેસ લીડર વિનુભાઇ (વિનોદરાય) બચુભાઈ નાગરેચાનું તા. 22 એપ્રિલના રોજ દુ:ખદ અવસાન થયું છે.
મૂળ ગોંડલ (ગુજરાત) પાસેના સનાથલી ગામના વતની અને અગાઉ મસિન્દી, યુગાન્ડા ખતે રહેતા સ્વ. બચુભાઈ અને સ્વ. હરીબેન નાગરેચાના પુત્ર વિનુભાઇ એક કૌટુંબિક અને પરોપકારી વ્યક્તિ હતા. તેઓ પોતાની પાછળ પ્રેમ, કરુણા અને સિદ્ધિનો વારસો છોડી ગયા છે અને તેઓ જેમના જીવનને સ્પર્શ્યા તેઓ તેમને હંમેશ માટે યાદ રાખશે. તેઓ એક પ્રેમાળ પતિ, ભાઈ અને કાકા તથા ઘણા લોકો માટે ખાસ મિત્ર હતા.
તેમના અંતિમ સંસ્કાર (ફ્યુનરલ) સિટી ઓફ લંડન ક્રિમેટોરિયમ, એલ્ડર્સબ્રુક રોડ, લંડન E12 5DQ ખાતે રવિવાર તા. 28મી એપ્રિલ 2024ના રોજ સવારે 11.45 કલાકે થશે.
સ્વર્ગસ્થના આત્માની શાંતિ માટે પ્રાર્થના સભાનું આયોજન હરીબેન બચુભાઈ નાગરેચા હોલ, 202 – 204 લેટન રોડ, લંડન, E15 1DT ખાતે ગુરુવાર 25મી એપ્રિલ 2024ના રોજ સાંજે 7થી 9:30 વાગ્યા સુધી યોજાશે. જ્યાં પ્રથમ અડધો કલાક પરિવારજનોને મળી શકાશે.
જે લોકો નાગરેચા પરિવારને રૂબરૂ શ્રધ્ધાંજલિ આપવા માંગતા હોય તેઓ તા. 26ના રોજ તેમના નિવાસ સ્થાન હરિ નિવાસ, 8 ગ્રોવ પાર્ક, વૉન્સસ્ટેડ, લંડન E11 2DL ખાતે સાંજના 7થી 8.30 વાગ્યાની વચ્ચે મળી શકશે.
તેઓ પોતાની પાછળ પત્ની નીલમબેન નાગરેચા અને પરિવાર તથા ભાઇ-બહેનો હસમુખભાઈ, ચંદુભાઈ, જયાબેન ચંદારાણા, ઉષાબેન ઠક્કર (કારિયા), ઉમીબેન રાડીયા અને પન્નાબેન લાખાણી સહિત વિશાળ પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે.
વિનુભાઈ અને હસુભાઈ નાગરેચા ભાઈઓ તથા ઉમીબેન રાડીયાએ ઘણા વર્ષો સુધી ઇસ્ટ લંડનમાં ગુજરાતી સમુદાયને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે સંખ્યાબંધ સખાવતી સંસ્થાઓને તથા લોકોને તેમની પરોપકારી પ્રવૃત્તિઓ, સામાજિક કાર્યો અને અન્ય અનેક પ્રવૃત્તિઓ દ્વારા મદદ કરી છે. તેમણે સમુદાયની સારી રીતે સેવા થઇ શકે તે માટે હરીબેન બચુભાઈ નાગરેચા હોલની સ્થાપના કરી હતી જેનો હજ્જારો લોકો દર વર્ષે લાભ લે છે.
સંપર્ક: હસુભાઈ નાગરેચા +44 7946 565 888 અને ઉમીબેન રાડિયા +44 7760 388 911.