બોલીવૂડમાં હંમેશા નેપોટિઝમ વિશે ઘણી ચર્ચાઓ થાય છે. હવે આ મુદ્દે વિદ્યા બાલને પણ આકરું વલણ અપનાવ્યું છે. એક મીડિયા ઈન્ટરવ્યૂમાં વિદ્યાએ જણાવ્યું હતું કે, નેપોટિઝમ હોય કે ન હોય, હું અહીંયા છું. ફિલ્મ ઈન્ડસ્ટ્રી કોઈના બાપની નથી. જો તેવી પરંપરા ચાલતી હોત તો દરેક પિતાનો પુત્ર કે પુત્રી સફળ કલાકાર બની જાય.
વિદ્યાએ ફિલ્મ પ્રોડ્યુસર સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા છે. પોતાના ડેટિંગના દિવસોને યાદ કરતા વિદ્યાએ કહ્યું કે, તે સમયે પાપારાઝીનો ટ્રેન્ડ શરૂ થયો હતો અને હું નહોતી ઈચ્છતી કે અમારા સંબંધોનો પર્દાફાશ થાય, મને હજુ પણ યાદ છે કે પહેલી ડેટ કારમાં હતી, અમે કારમાં જ ફરતા હતા. અમે ત્યાં રહેતા હતા, તે ક્ષણ ખૂબ જ સુંદર હતી. અમે અમારા સંબંધની વાત બને ત્યાં સુધી લોકો સુધી ન પહોંચે તેનું ધ્યાન રાખ્યું હતું.
ડર્ટી ફિલ્મની આ સ્ટાર ફરી ભૂલ ભૂલૈયાની મંજૂલિકા તરીકે દર્શકોને જોવા મળશે. જોકે, તેણે ભૂલભૂલૈયાના એ દિવસો યાદ કરતા કહ્યું હતું કે, મેં તેની સ્ક્રીપ્ટ જાણ્યા વગર જ સાઈન કરી હતી. અત્યારે તેની ફિલ્મ દો ઔર દો પ્યારને લીધે પણ ચર્ચામાં છે. આ ફિલ્મ લગ્નેત્તર સંબંધો પર આધારિત છે, જેમાં પ્રતીક ગાંધી, ઈલ્યાના ડીક્રૂઝ, સેંધિલ રામામૂર્તિ પણ વિદ્યા સાથે જોવા મળશે. આ ફિલ્મ પણ ટૂંક સમયમાં રીલીઝ થશે.