(ANI Photo/ ANI Picture Service)

ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથની ચારધામ તીર્થયાત્રા માટે રજિસ્ટ્રેશનના પ્રથમ આઠ દિવસમાં 13 લાખથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.  10મેથી શરૂ થઈ રહેલી આ યાત્રા રજિસ્ટ્રેશનનો પ્રારંભ 15 એપ્રિલ 2024એ થયો હતો અને આ વખતે તમામ રેકોર્ડ તુટવાની શક્યતા છે.

રાજ્યના પ્રવાસન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે યાત્રાળુઓની નોંધણીનો આંકડો 13 લાખને વટાવી ગયો હતો, જે 2023ની તુલનામાં ત્રણ ગણો વધુ છે. રાજ્યના પ્રવાસન પ્રધાન સતપાલ મહારાજે જણાવ્યું હતું કે આ સિઝનમાં પણ મોટા પાયે યાત્રાળુઓ જોવા મળશે અને ઉત્તરાખંડમાં ધાર્મિક પ્રવાસનના ભૂતકાળના તમામ રેકોર્ડ તોડી નાખશે.

પ્રવાસન વિભાગને જણાવ્યા અનુસાર રજિસ્ટ્રેશનની ગતિ જોતા તીર્થયાત્રાની સિઝનમાં 75-લાખના આંકને વટાવી શકે છે.પ્રવાસન વિભાગના રિપોર્ટ મુજબ કેદારનાથ  માટે 4,22,129, બદરીનાથ ધામ માટે 3,56,716, ગંગોત્રી ) ધામ માટે 2,31,983, યમુનોત્રી  ધામ માટે 2,19,619 અને હેમકુંડ સાહિબ માટે 17,684 શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

LEAVE A REPLY