ભારતના મોટાભાગના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહ્યું છે. આ વર્ષે ચોમાસુ સારું રહેવાની હવામાન વિભાગની આગાહી છતાં 14 માર્ચથી 10 એપ્રિલ સુધીના આંકડા દર્શાવે છે કે દેશમાં 125 જિલ્લા દુકાળ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. 2023માં આ સમયગાળામાં માત્ર 33 જિલ્લામાં આવી સ્થિતિ હતી, જેમાં હવે 279 ટકાનો વધારો દર્શાવે છે. માર્ચની શરૂઆતમાં 98 જિલ્લાની તુલનાએ આ પ્રમાણ અગાઉના વર્ષના આ સમયગાળાના 98 જિલ્લાથી 27 ટકા વધ્યું છે.
23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 125 જિલ્લામાં આવી સ્થિતિ રહેશે. હવામાન વિભાગના તાજેતરનાં સ્ટાન્ડર્ડાઇઝ્ડ પ્રિસિપિટેશન ઇવેપોટ્રાન્સપિરેશન ઇન્ડેક્સ (SPEI) ડેટામાં આ માહિતી રજૂ કરવામાં આવી હતી. આ ડેટા પાણીની માંગ પર તાપમાનની અસરને દર્શાવે છે. સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં ગુજરાત ઉપરાંત આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને તમિલનાડુનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં અનેક જિલ્લામાં સૂકાથી અતિ સુકા હવામાનની સ્થિતિ છે. હવામાન વિભાગના સીનિયર વૈજ્ઞાનિક રાજિબ ચટ્ટોપાધ્યાયે જણાવ્યું હતું કે, આ જિલ્લા-1 નીચેના એસપીઇઆઇ વેલ્યુ સાથે ‘ડ્રાય’ તરીકે વર્ગીકૃત કરાયા છે. અરુણાચલ પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં માત્ર 16 જિલ્લાઓ +1 કરતા વધારે SPEI સાથે વરસાદની સ્થિતિ દર્શાવે છે. જ્યારે SPEI મૂલ્ય 1થી ઉપર જાય, ત્યારે તે વધુ વરસાદની સંભાવના બતાવે છે.