ગાંઘીનગર લોકસભા બેઠક પર ચૂંટણી લડી રહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવાર, 18 એપ્રિલે તેમની મતવિસ્તારોમાં ત્રણ રોડ શો કર્યા હતા અને એક જાહેર સભાને સંબોધન કર્યું હતું. અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપનો જંગી માર્જિનથી વિજય થશે.
અમિત શાહે અમદાવાદ નજીકના સાણંદ, કલોલમાં રોડ શો કર્યા પછી અમદાવાદ શહેરમાં ત્રીજો રોડ શો યોજ્યો હતો. તેમાં સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિધાનસભા બેઠકોના વિસ્તારોને આવરી લેવામાં આવ્યાં હતા. આ તમામ વિસ્તારો ગાંધીનગર લોકસભા સીટનો તમામ ભાગ છે
સાણંદમાં સવારે સાણંદ શહેરમાં રોડ શો યોજ્યો હતો. અમિત શાહે ખાસ ડિઝાઇન કરેલા વાહન પર ઊભા રહીને એપીએમસી ચોકથી નળસરોવર ચોક સુધીના રૂટ પર મોટી સંખ્યામાં એકત્ર થયેલા લોકો અને ભાજપના કાર્યકરોનું અભિવાદન કર્યું હતું. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે 7 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે.
સાણંદમાં રોડ શો પહેલા અમિત શાહે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “આજે હું ગાંધીનગર લોકસભા મતવિસ્તારના મારા ભાઈઓ અને બહેનોને ભાજપને વિજયી બનાવવા અને મોદીજીને તેમના આશીર્વાદ આપવા અપીલ કરીશ જેથી તેઓ ફરી એકવાર વડાપ્રધાન બને તથા દરેક ક્ષેત્રમાં દેશને નંબર 1 બનાવે અને ગાંધીનગરને દેશના સૌથી વિકસિત લોકસભા મતવિસ્તારોમાંનું એક બનાવે.
ગાંધીનગર લોકસભા બેઠક પર બીજી ટર્મ માટે ઊભા કરેલા બીજેપીના વરિષ્ઠ નેતા શુક્રવારે ઉમેદવારી પત્ર ભરશે. અમિત શાહે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં સાંજે એક રેલીને સંબોધિત કરી હતી.
ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહે 2019માં ગાંધીનગરથી 5 લાખથી વધુ મતોના માર્જિનથી જીત્યા હતા.વિપક્ષ કોંગ્રેસે ગાંધીનગરથી પાર્ટી સેક્રેટરી સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે.