બીબીસીના ‘યોર ગાર્ડન મેડ પરફેક્ટ’ના પ્રેઝન્ટર અને ગાર્ડન ડિઝાઇન નિષ્ણાત મનોજ માલદે ‘ડ્રાય એન્ડ શેડ ગાર્ડન્સ’ દ્વારા બેસ્ટ સેલર પુસ્તક તરીકે ઓળખાવાયેલા પોતાના પુસ્તક ‘યોર આઉટડોર રૂમ: હાઉ ટૂ ડીઝાઇન અ ગાર્ડન યુ કેન લીવ’માં તમને બતાવે છે કે તમારું પોતાનું વ્યક્તિગત આઉટડોર હેવન કેવી રીતે બનાવવું જોઇએ.

આ પુસ્તક એક સરળ માર્ગદર્શિકા છે જેમાં મનોજ આપણને રહેવા માટેનો સર્વશ્રેષ્ઠ ગાર્ડન કેવી રીતે ડિઝાઇન કરવો તે જણાવે છે. ભલે તમારી પાસે નાનો કે મોટો ગાર્ડન હોય અથવા ન્યુ બિલ્ડ ‘ખાલી કેનવાસ’ હોય. પણ દરેક જગ્યા અનન્ય છે, અને આ પુસ્તક તમને અને તમારા પરિવાર માટે તમારા ગાર્ડનમાંથી સૌથી વધુ કેવી રીતે મેળવી શકો છો તે સમજાવે છે.

તમે મનોરંજન, રમવા કે યોગા પ્રેક્ટિસ કરવા માટે ગાર્ડન ઇચ્છતા હો તો મનોજ તમને તમારા સપનાની જગ્યા બનાવવા માટે સ્ટેપ બાય સ્ટેપ યાત્રા પર લઈ જાય છે. અહિં મનોજે દરેક પ્રશ્નોના જવાબો આપ્યા છે. જેમ કે ‘હું સોસ્યલ સ્પેસ કેવી રીતે ડિઝાઇન કરી શકું?’ કે પછી ‘હું મારો ગાર્ડન મોટો હોય તેવો અનુભવ કઇ રીતે કરાવી શકું?’

મનોજ શૈલી કેવી રીતે વિકસાવવી; ઝોન બનાવવા; પાથવે અને સ્ક્રીનનો ઉપયોગ કરવો; રંગો અને સામગ્રી પસંદ કરવી વગેરેનું માર્ગદર્શન આ પુસ્તકમાં આપ્યું છે.

પુસ્તક સમિક્ષા

  • મનોજ માલદેનું આ પુસ્તક ટુર ડી ફોર્સ છે અને તમારા પોતાના બગીચાને ડિઝાઇન કરવાનું વિચારતા હો તો તે સંપૂર્ણ વાંચન સામગ્રી છે. – માઇક પામર, ગાર્ડન મીડિયા ગિલ્ડના ચેરમેન.
  • આ પુસ્તક કોઈપણ વાચક માટે તેના ગાર્ડનને ડિઝાઇન કરવામાં સક્ષમ થવા માટે ખરેખર ઉપયોગી માર્ગદર્શિકા છે. દરેક વિભાગને સરળ અને વિભાજિત કરવામાં આવ્યા છે. – નીના મેસન, પ્રો લેન્ડસ્કેપર

 

લેખક પરિચય

મનોજ માલદે એવોર્ડ વિજેતા ગાર્ડન ડિઝાઇનર અને ટીવી ગાર્ડનર છે, જે તેમની વાઇબ્રન્ટ સ્ટાઇલ અને રંગના બોલ્ડ ઉપયોગ માટે જાણીતા છે. મનોજ બીબીસી ગાર્ડન શો યોર ગાર્ડન મેડ પરફેક્ટ અને ચેનલ 4ના ગાર્ડન ઓફ ધ યરના પ્રેઝન્ટર તરીકે જાણીતા છે અને તેમના કાર્યક્રમો ખૂબ જ લોકપ્રિય બન્યા છે. મનોજ એક RHS શો જજ, RHS એમ્બેસેડર અને ચેલ્સિ ફ્લાવર શો મેડલિસ્ટ પણ છે. મનોજ પોતાના રંગ પ્રત્યેના પ્રેમનો શ્રેય તેમના ભારતીય વંશ, તેમજ ફેશન ઉદ્યોગમાં તેની પૃષ્ઠભૂમિને આપે છે. તેઓ ભૂતપૂર્વ ક્રિએટીવ ડાયરેક્ટર છે અને રોયલ કોલેજ ઓફ આર્ટમાંથી ફેશન ડિઝાઇનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. મનોજ પ્લાન્ટિંગ સ્કીમમાં ટેક્સચર અને રંગોને સંયોજિત કરવામાં અત્યંત કુશળ છે. મનોજ થીમ્સ, મૂડ બોર્ડ્સ, કલર પેલેટ્સ અને ટેક્સચરથી શરૂ કરીને, બેસ્પોક ગાર્ડન્સ અને ફેશનની પાછળની ડિઝાઇન પ્રક્રિયાઓને સમાન રીતે વર્ણવે છે.

આ પુસ્તકને 5માંથી 4.8નું સ્ટાર રેટિંગ મળેલું છે.

Book: Your Outdoor Room: How to design a garden you can live in

Author: Manoj Malde

Publisher: ‎ Frances Lincoln

Price: £20

LEAVE A REPLY