બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ માટેના ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં વિશ્વની ટોચની 25 ઇન્સ્ટીટ્યૂટમાં ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ)-અમવાદને 22મું સ્થાન મળ્યું છે. આ રેન્કિંગ 10 એપ્રિલ 2024ના રોજ જારી કરાયા હતાં. ક્યુએસ લંડનની ઉચ્ચ શિક્ષણ એનાલિટિક્સ કંપની છે.
ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સમાં આઇઆઇએમ-બેંગલોર અને આઇઆઇએમ-કોલકાતાએ ટોપ-૫૦માં સ્થાન મેળવ્યું હતું. નવી દિલ્હી ખાતેની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) આ રેન્કિંગ્સમાં દેશની તમામ યુનિવર્સિટીઓમાં મોખરે રહી હતી.જેએનયુને ડેવલપમેન્ટ સ્ટડીઝ માટે વિશ્વની વિવિધ યુનિવર્સિટીમાં ૨૦મું સ્થાન મળ્યું છે. જ્યારે ધ સવિતા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ એન્ડ ટેક્નિકલ સાયન્સિસ (ચેન્નાઇ) વિશ્વની ડેન્ટલ કોલેજોમાં ૨૪મા ક્રમે રહી છે.
રેન્કિંગ્સમાં વિશ્વની કુલ ૪૨૪ એન્ટ્રીમાંથી ભારતની ૬૯ યુનિવર્સિટીને સ્થાન મળ્યું હતું. રેન્કિંગની યાદીમાં સૌથી વધુ પ્રતિનિધિત્વ દિલ્હી (૩૦ એન્ટ્રી), આઇઆઇટી (૨૮ એન્ટ્રી) અને આઇઆઇટી ખડગપુર (૨૭ એન્ટ્રી)નું રહ્યું હતું. ચાલુ વર્ષે આઇઆઇટી મદ્રાસને ૨૨ એન્ટ્રી મળી હતી. એશિયામાં યુનિ.ની સંખ્યાની રીતે ભારતને ૬૯ યુનિવર્સિટી સાથે બીજું સ્થાન મળ્યું હતું. મેઇનલેન્ડ ચાઇના (૧૦૧) યાદીમાં પહેલા ક્રમે રહ્યું હતું. કુલ રેન્કિંગની એન્ટ્રીમાં ભારત ૪૫૪ એન્ટ્રી સાથે ચોથા ક્રમે રહ્યું હતું. ચીને ૧,૦૪૧ એન્ટ્રી સાથે પહેલા, જાપાન ૫૧૦ એન્ટ્રી સાથે બીજા અને સાઉથ કોરિયા ૪૯૯ એન્ટ્રી સાથે ત્રીજા ક્રમે રહ્યું હતું. ટોપ-૨૦૦ એન્ટ્રીમાં ભારત પાંચમા અને ટોપ-૧૦૦ એન્ટ્રીમાં છઠ્ઠા ક્રમે રહ્યું છે.