ગુજરાતમાં સાત મેએ લોકસભાની 26 બેઠક પર અને વિધાનસભાની 5 બેઠક પર પેટાચૂંટણીના દિવસે ગુજરાત સરકારે જાહેર રજાની જાહેરાત કરી હતી. આમ મતદાનના દિવસે કર્મચારીઓને પેઇડ હોલિવેડનો લાભ મળશે. રાજ્યમાં કુલ 4.96 કરોડ નોંધાયેલા મતદારો છે.
રાજ્યમાં ફેક્ટરીઓ, વ્યાપારી ક્ષેત્ર, બેંકિંગ અને અન્ય વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓ પેઇડ રજાના હકદાર હશે. સરકારના નોટિફિકેશન મુજબ, પેઇડ રજાઓનો લાભ લોકસભા મતવિસ્તારમાં નોંધાયેલા મતદારોને આપવામાં આવશે, પછી ભલે તેઓ લોકસભા મતવિસ્તારની બહાર નોકરી કરતા હોય.
લોકસભાની 26 બેઠકો ઉપરાંત સાત મેએ ગુજરાત વિધાનસભાની વિજાપુર,ખંભાત,વાઘોડિયા, માણાવદર અને પોરબંદર બેઠકોની પેટાચૂંટણી યોજવાની છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકો ધરાવતી ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ વિક્રમી જીત મેળવી હતી અને 156 બેઠકો પર વિજય મેળવ્યો હતો. કોંગ્રેસ 17, આમ આદમી પાર્ટી 5 બેઠક મળી હતી.