કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વાયનાડ મતવિસ્તારમાંથી બુધવારે ઉમેદવારી પત્રક ભરતી વખતે રજૂ કરેલાં સોગંદનામા મુજબ તેઓ બે ડઝનથી વધુ શેરોમાં હિસ્સો ધરાવે છે. તેમનાં પોર્ટફોલિયોમાં અંબાણી કે અદાણી ગ્રુપની એક પણ કંપનીના શેર નહીં હોવાનું જોવા મળે છે. તેમની પાસે 15 માર્ચ સુધીમાં રૂ. 4.30 કરોડથી વધુ મૂલ્યના પોર્ટફોલિયો છે. તેમનું ટોચનું હોલ્ડિંગ સ્મોલકેપ સુપ્રાજિત એન્જિનિયરિંગ છે ત્યારબાદ આઇટીસી અને આઇસીઆઇસીઆઈ બેન્ક છે. સુપ્રાજીતમાં તેની પાસે 4,068 શેર હતા જેની કિંમત રૂ.16.65 લાખથી વધુ છે. છેલ્લા 12 મહિનામાં લગભગ 20 ટકાનું વળતર આ શેરમાં મળ્યું છે અને હાલ ભાવ એનએસઈ પર રૂ.419.80 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે આઇટીસી અને આઇસીઆઇસીઆઈ બેન્કમાં તેમની પાસે અનુક્રમે રૂ.12.96 લાખ અને રૂ.24.83 લાખની બજાર કિંમતે 3,039 શેર અને 2,299 શેર હતા. પોર્ટફોલિયોમાં અન્ય શેરોમાં આલ્કાઇલ એમાઇન્સ, એશિયન પેઇન્ટ્સ, બજાજ ફાઇનાન્સ, દીપક નાઇટ્રાઇટ, દિવિઝ લેબોરેટરીઝ, ઇન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ અને ટાઇટન કંપનીના શેરો છે. એચડીએફસી એએમસી, પીપીએફએએસ અને આઇસીઆઇસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી સહિતની સાત મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં તેમનું રૂ.3.81 કરોડનું રોકાણ હતું.

LEAVE A REPLY