પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વેસ્ટ યોર્કશાયરની એરેડેલ જનરલ હોસ્પિટલના મેનેજર્સે તેણીના ટોપની બાંય ચઢાવવા માટે “ધમકાવી” હોવાનો આરોપ મૂકનાર ફહરત બટ્ટ નામની મુસ્લિમ ડૉક્ટર પોતાની સાથે ભેદભાવ કરાયો હોવાનો કેસ હારી ગઇ હતી.

ટ્રિબ્યુનલ જજ કિર્સ્ટી આયરે આઇ સ્પેશીયાલીસ્ટ ડોક્ટરને કહ્યું હતું કે ‘મુસ્લિમ કાર્યકર સાથે કાર્યસ્થળે જે થાય છે તે બધું ધર્મ સાથે સંબંધિત નથી’ અને તેમનો કેસ કાઢી નાંખવામાં આવે છે.

હાથ, પગ અને ચહેરા સિવાયનું બધું આવરી લેતો હિજાબ પહેરતા ઓપ્થોલમોલોજી સ્પેશ્યાલીસ્ટ ફહરત બટ્ટે દાવો કર્યો હતો કે એરેડેલ જનરલ હોસ્પિટલના મેનેજરોએ પહેલા તેને “વંશીય રીતે પ્રોફાઈલ” કરી હતી અને પછી તેણીના હાથ ખુલ્લા કરવા માટે “ધમકાવતા” હતા.

બટ્ટ સામાન્ય રીતે બ્રેડફોર્ડના ટ્રસ્ટમાં કામ કરતા હતા પરંતુ અઠવાડિયામાં એક દિવસ તેઓ એરેડેલ હોસ્પિટલમાં વિઝીટીંગ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા હતા અને આંખની શસ્ત્રક્રિયા કરતા હતા.

હોસ્પિટલની ગાઇડલાઇન મુજબ અસરકારક હાથની સ્વચ્છતા માટે સ્ટાફનો કોણીથી નીચેનો ભાગ  ખુલ્લો હોવો જરૂરી છે. બટ્ટને 2022 માં પણ તેણીની બાંય નહિં ચઢાવવા અંગે પડકારવામાં આવી હતી.

LEAVE A REPLY