પ્રતિક તસવીર

નવેમ્બર 2023માં દોષિત ઠરેલા લેરી બેરેટો અને તસીબ હુસૈનને ફાઇનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી (FCA) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ છેતરપિંડીના ગુના માટે સજા ફટકારવામાં આવી હતી.

ખોટી રજૂઆત દ્વારા છેતરપિંડીની 11 કાઉન્ટ અને અધિકૃતતા વિના નિયમનકારી પ્રવૃત્તિઓ હાથ ધરવાના બે કાઉન્ટ માટે બેરેટોને બે વર્ષ માટે સસ્પેન્ડ કુલ બે વર્ષની જેલની સજા અને 120 કલાકના અવેતન કામની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે 11 મોરગેજ અરજીઓ સંબંધિત ખોટી રજૂઆત દ્વારા છેતરપિંડીના એક કાઉન્ટ માટે હુસૈનને બે વર્ષ માટે સસ્પેન્ડ એવી 16 મહિનાની જેલ અને 120 કલાકના અવેતન કામની સજા ફટકારવામાં આવી હતી.

સધર્ક ક્રાઉન કોર્ટના જજ HHJ કોલે સજા આપતાં કહ્યું હતું કે “તમે વ્યવસ્થિત મોરગેજ છેતરપિંડી માટે દોષિત છો અને તમારી સ્થિતિનો દુરુપયોગ કર્યો છે.”

FCA એ પ્રતિવાદીઓ દ્વારા મેળવેલ નોંધપાત્ર નાણાકીય લાભની વસૂલાત માટે જપ્તીની કાર્યવાહી શરૂ કરી છે.

LEAVE A REPLY