પ્રતિક તસવીર

ઈંગ્લેન્ડમાં લગભગ 1,000 ફાર્મસીઓ 2017થી બંધ થઈ ગઈ છે અને તેને કારણે ગરીબ વિસ્તારો વધુ પ્રભાવિત થયા છે તથા સંભવિતપણે લાખો વધારાની GP એપોઇન્ટમેન્ટની જરૂર પડશે.

ઈંગ્લેન્ડમાં 11,000થી વધુ ફાર્મસીઓ આવેલી છે. કેમિસ્ટના સત્તાવાર રજિસ્ટરના ગાર્ડિયન વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે દેશના વિવિધ ભાગોએ છેલ્લા છ વર્ષમાં દર પાંચમાંથી એક ફાર્મસી ગુમાવી છે અને ગરીબ વિસ્તારો પ્રમાણસર વધુ ગુમાવી  રહ્યા છે. જનરલ ફાર્માસ્યુટિકલ કાઉન્સિલના ડેટા મુજબ ફક્ત વેલ્સમાં જ 4 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે સ્કોટલેન્ડમાં સંખ્યા સ્થિર રહી છે. ઇંગ્લેન્ડમાં, ફાર્મસીઓ બંધ થવાનો દર ઝડપથી વધી રહ્યો છે.

2017માં, ડિસ્પેન્સિંગ કેમિસ્ટની સંખ્યામાં 15નો વધારો થયો હતો. પરંતુ ગયા વર્ષે, 372 ફાર્મસીઓ બંધ થઈ હતી, જે 2022માં બંધ થયેલી સંખ્યા કરતાં ત્રણ ગણી અને 2016 પછીના કોઈપણ વર્ષ કરતાં વધુ હતી. તેનાથી વિપરીત, 2023માં, વેલ્સે 12 અને સ્કોટલેન્ડે છ ફાર્મસી ગુમાવી હતી.

આ આંકડાઓ ઇંગ્લિશ GP સર્જરીઓ પરના દબાણને દૂર કરવાના પ્રયાસોને શંકામાં મૂકે છે. જાન્યુઆરીમાં, NHS ઈંગ્લેન્ડે તેની ફાર્મસી ફર્સ્ટ પહેલ અંતર્ગત સાત સામાન્ય બીમારી ધરાવતા દર્દીઓને તેમના GPને બદલે તેમના ફાર્માસિસ્ટની મુલાકાત લેવા પ્રોત્સાહિત કરવાનો હેતુ હતો. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેર દાવો કરે છે કે આ યોજના વર્ષમાં 10 મિલિયન GP એપોઇન્ટમેન્ટ ઓછી કરશે. પુરાવા દર્શાવે છે કે ફાર્મસી બંધ થવાનો દર GP પર દબાણ વધારી રહ્યો છે.

LEAVE A REPLY