યુકેના નેશનલ સાયબર સિક્યોરિટી સેન્ટરના ભૂતપૂર્વ ચીફ લિન્ડી કેમરનની વરણી ભારતમાં યુકેના નવા હાઈ કમિશનર તરીકે કરે તેવા સંકેત છે અને જો તેમ થશે તો કેમરન નવી દિલ્હીમાં બ્રિટિશ હાઈ કમિશનર તરીકે સેવા આપનાર પ્રથમ મહિલા હશે.

મિન્ટ વેબસાઇટના અહેવાલો મુજબ હાઈ કમિશનર તરીકે ફરજ બજાવતા એલેક્સ એલિસ તેમની આગામી પોસ્ટિંગ માટે સ્પેન જશે. વચગાળામાં વરિષ્ઠ રાજદ્વારી ક્રિસ્ટીના સ્કોટ કાર્યકારી હાઈ કમિશનર તરીકે સેવા આપી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નવી દિલ્હીએ 1954માં વિજયા લક્ષ્મી પંડિતને લંડનમાં ભારતના હાઈ કમિશનના વડા તરીકે નિયુક્ત કર્યા હતા અને તેમણે 1961 સુધી સેવા આપી હતી.

ઓક્સફર્ડ ગ્રેજ્યુએટ  કેમરન અગાઉ યુ.કે.ના ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટમાં અસંખ્ય હોદ્દાઓ સંભાળી ચુક્યા છે, જેમાં ડિરેક્ટર જનરલ ઓફ કન્ટ્રી પ્રોગ્રામનો સમાવેશ થાય છે. તેમણે ઇરાક અને અફઘાનિસ્તાનમાં સેવા પણ આપી છે.

કેમરનની નિમણૂક એવા સમયે થવા જઇ રહી છે જ્યારે ભારત-યુકે સંબંધોમાં નિકટતા વધી રહી છે.

LEAVE A REPLY