REUTERS/CK Thanseer

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે શક્તિ પ્રદર્શન સાથે  ​​કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. બહેન પ્રિયંકા ગાંધી અને AICCના મહાસચિવ કેસી વેણુગોપાલ સહિત પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે રાહુલ ગાંધીએ વાયનાડ જિલ્લા કલેક્ટરને તેમના ઉમેદવારી પત્રો સબમિટ કર્યા, જેઓ રિટર્નિંગ ઓફિસર પણ છે.

ઉમેદવારી પત્ર ભર્યા પછી તેમણે બંધારણને જાળવી રાખવાના શપથ વાંચ્યા હતી, જે સબમિશન પ્રક્રિયાને પૂર્ણ કરે છે. રાહુલ ગાંધી સવારે હેલિકોપ્ટર દ્વારા વાયનાડ પહોંચ્યા હતાં અને તેમનું ઉમેદવારીપત્ર સબમિટ કરવા માટે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચતા પહેલા અહીં કાલપેટ્ટાથી સિવિલ સ્ટેશન સુધી રોડ શો કર્યો હતો.

રાહુલ ગાંધી ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રન અને સીપીઆઈ નેતા એની રાજા સામે વાયનાડ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. તેઓ 2019માં આ જ બેઠક પરથી ચાર લાખથી વધુ મતોના જંગી માર્જિનથી જીત્યા હતા. 2019ની લોકસભાની ચૂંટણીમાં, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કુલ 10.92 લાખમાંથી 7,06,367 મત મેળવ્યા હતાં અને તેમના નજીકના હરીફ  સીપીઆઈના પી પી સુનીરને માત્ર 2,74,597 મત મળ્યાં હતા.

LEAVE A REPLY