(PTI Photo)

ગુજરાતના રાજકોટમાં બૌદ્ધિકો સાથેની વાતચીત દરમિયાન વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે ભારત ચોક્કસપણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું કાયમી સભ્યપદ મેળવશે, કારણ કે વિશ્વમાં એવી લાગણી છે કે ભારતને સ્થાન મળવું જોઈએ, પરંતુ ભારતે તેના માટે વધુ મહેનત કરવી પડશે.

જયશંકરે જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રની રચના લગભગ 80 વર્ષ પહેલાં કરાઈ હતી. તે સમયે પાંચ દેશો ચીન, ફ્રાન્સ, રશિયન ફેડરેશન, યુનાઇટેડ કિંગડમ અને અમેરિકાએ તેની સુરક્ષા પરિષદના કાયમી સભ્યો બનવાનો નિર્ણય જાતે જ લીધો હતો. તે સમયે વિશ્વમાં કુલ 50 સ્વતંત્ર દેશો હતા, જે સમય જતાં વધી લગભગ 193 થઈ ગયા છે. પરંતુ આ પાંચ રાષ્ટ્રોએ તેમનું નિયંત્રણ રાખ્યું છે. પરંતુ હવે સમગ્ર વિશ્વમાં એવી લાગણી છે કે આ બદલાવવું જોઈએ અને ભારતને કાયમી બેઠક મળવી જોઈએ. હું દર વર્ષે આ લાગણીને વધતો જોઉં છું. આપણે ચોક્કસપણે સભ્યપદ મેળવીશું. પરંતુ સખત પરિશ્રમ વિના ક્યારેય કંઈ પ્રાપ્ત થતું નથી.

જર્મન સરકારે માતાપિતા પાસેથી છીનવી લીધેલી બાળકી અરિહા શાહ વિશે પૂછવામાં આવતા જયશંકરે કહ્યું હતું કે તે આ બાબતથી વ્યક્તિગત રીતે વાકેફ છે અને તેનું મોનિટરિંગ કરી રહ્યાં છે. છોકરીને ચાલ્ડ કેરમાં મૂકવામાં આવી છે. અમે આનાથી અસંતુષ્ટ છીએ. અમે નથી ઈચ્છતા કે બાળકનો ઉછેર જર્મન સંસ્કૃતિ મુજબ થાય. તેના માતા-પિતા કોર્ટમાં ગયા છે અને મામલાની સુનાવણી ચાલી રહી છે

LEAVE A REPLY