રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સાંસદ સુપ્રિયા સુલે . (ANI Photo/Shrikant Singh)

મહારાષ્ટ્રના બારામતી લોકસભા બેઠક પર પવાર વિરુદ્ધ પવારનો ચૂંટણીજંગ ખેલાશે. આ પ્રતિષ્ઠિત બેઠક પર રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (NCP) પાર્ટીના વડા શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેમાં અને મહારાષ્ટ્રના હાલના ડેપ્યુટી મુખ્યપ્રધાન અજીત પવારના પત્ની સુનેત્રા પવાર એકબીજાનો મુકાબલો કરશે.

બારામતી પવાર પરિવારનું દાયકાઓના વર્ચસ્વ રહ્યું છે. શરદ પવાર તેમની શરૂઆતની રાજકીય કારકિર્દીમાં 1960માં આ મતવિસ્તારમાંથી પ્રથમ વખત જીત્યા હતા.

શરદ પવારની પાર્ટીમાં તેમના ભત્રીજા અજિત પવારના બળવાને કારણે બે ભાગ પડી ગયા છે.  એનસીપીના સ્થાપક જૂથે સુપ્રિયા સુલેને, જ્યારે સુનેત્રા પવારને હરીફ જૂથે મેદાનમાં ઉતાર્યા છે.

અજીત અને સુપ્રિયા પિતરાઈ ભાઈ-બહેન છે. આ સંબંધથી સુપ્રિયા અને સુનેત્રા નળંદ-ભાભી છે. એનસીપી શરદ જૂથે શનિવારે 30 માર્ચની સાંજે રાજ્યની 5 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. આના થોડા સમય બાદ એનસીપી અજીત જૂથે બારામતીથી તેના ઉમેદવારની જાહેરાત કરી હતી.બારામતી સીટ 57 વર્ષથી પવાર પરિવારનો ગઢ માનવામાં આવે છે. શરદ પવાર 1967માં પહેલીવાર બારામતીથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. તેઓ અહીંથી 1972, 1978, 1980, 1985 અને 1990માં વિધાનસભાની ચૂંટણી સતત જીત્યા રહ્યા છે.

60 વર્ષીય સુનેત્રા પવાર સામાજિક કાર્યકર્તા છે. સુનેત્રા પવાર 2010માં સ્થપાયેલ એનજીઓ એન્વાયર્નમેન્ટલ ફોરમ ઓફ ઈન્ડિયાના સ્થાપક છે. સુનેત્રા વિદ્યા પ્રતિષ્ઠાન માટે ટ્રસ્ટી તરીકે કામ કરે છે. તે 2011માં ફ્રાન્સમાં વર્લ્ડ આંત્રપ્રિન્યોરશિપ ફોરમના થિંક ટેન્ક સભ્ય રહી ચૂક્યા છે.

LEAVE A REPLY