તમિલનાડુમાં MDMK પાર્ટીના હાલના સાંસદ એ. ગણેશમૂર્તિને તેમના પક્ષે લોકસભાની ચૂંટણી માટે ટિકિટ ન આપતા ગણેશમૂર્તિને એટલું લાગી આવ્યું કે તેમણે ઝેરી દવા પી લીધી હતી. આ પછી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.ચૂંટણીની ટિકિટ ન મળવાના કારણે નેતાએ જીવ ટૂંકાવ્યો હોય તેવી આ દુર્લભ ઘટના છે.
ગણેશમૂર્તિ ઈરોડના સાંસદ હતા જેમને ટિકિટ ન મળવાના કારણે તેઓ નિરાશ થઈ ગયા હતાં અને જંતુનાશક દવા ગટગટાવી ગયા હતા. તેમને ચેન્નાઇની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવારથી કોઈ ફરક પડ્યો ન હતો અને તેમનું મૃત્યુ થયું હતું.
ગણેશમૂર્તિ MDMKના એક સિનિયર નેતા હતાં. તેઓ 2019માં ડીએમકેના ઉગતા સૂરજના સિમ્બોલ પર ઈરોડ સંસદીય ક્ષેત્રની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. પરંતુ આગામી લોકસભાની ચૂંટણી માટે તેમને પાર્ટીએ ઉમેદવાર ન બનાવતા તેઓ અત્યંત દુખી થયા હતાં. 24 માર્ચે રવિવારે તેમણે ઈરોડ શહેરમાં પોતાના ઘરે જંતુનાશક દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમને તાત્કાલિક એક ખાનગી હોસ્પિટલે લઈ જવાયા હતા