ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની સેશન્સ કોર્ટે ગુરુવારે ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996ના ડ્રગ જપ્તીના કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી હતી. કોર્ટે આ કેસમાં સંજીવ ભટ્ટને બુધવારે દોષિત જાહેર કર્યા હતા અને ગુરુવારે સજાની જાહેરાત કરી હતી. સંજીવ ભટ્ટ સામે આરોપ હતો કે તેમને રાજસ્થાનના એક વકીલના ખોટી રીતે ડ્રગ્સ કેસમાં ફસાવી દીધા હતા. કોર્ટે અલગ-અલગ બે ગુના માટે રૂ.2 લાખની પેનલ્ટી પણ કરી હતી.
ગુનાહિત મામલામાં સંજીવ ભટ્ટ બીજી વખત દોષિત ઠર્યા છે. અગાઉ 2019 જામનગરની કોર્ટે કસ્ટોડિયલ ડેથ કેસમાં દોષી ઠેરવ્યાં હતા અને આજીવન કેદની સજા ફટકારી હતી. પાલનપુરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ જે એન ઠક્કરે સંજીવ ભટ્ટને રાજસ્થાનના વકીલને ડ્રગ કેસમાં ખોટી રીતે ફસાવવા બદલ દોષિત ઠેરવ્યા હતા. સંજીવ ભટ્ટ પર આરોપ હતો કે તેમણે 1996માં વકીલ રોકાયા હતા તે પાલનપુરની એક હોટલના રૂમમાંથી ડ્રગ્સ પોલીસને ડ્રગ મળ્યું હતું. 2015માં ભારતીય પોલીસ સેવામાંથી કાઢી મૂકવામાં આવેલા સંજીવ ભટ્ટ તે સમયે બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.