નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા રવિવાર 24 માર્ચે સાઉથ લંડનના ટૂટીંગ ખાતે હોળી પ્રગટાવવામાં આવી હતી. જેની પૂજા – દર્શન કરીને 2500 કરતા વધુ લોકોએ ધન્યતા અનુભવી હતી. દર્શન કરવા લોકોએ ગેરેટ લેન સુધી લાઇન લગાવી હતી અને દર્શન કરવાનો સમય દોઢ કલાકથી વધુનો રહ્યો હતો. પરંત નેશનલ એસોસિએશન ઓફ પાટીદારના સ્વયંસેવકો અને કાર્યકરોએ સુંદર વ્યવસ્થા કરી હતી.

આ માટે સંસ્થાના પ્રમુખ શ્રી પ્રવીણભાઇ અમીન અને કમિટી મેમ્બરો દ્વારા કેટલાય દિવસો સુધી સખત મહેનત કરવામાં આવી હતી. જેમને સ્થાનિક બિઝનેસીસે પણ સાથ આપ્યો હતો.

સાઉથ લંડનમાં વર્ષોથી યોજાઇ રહેલા હોળી દર્શનનો સૌથી મોટો લાભ નવા હિન્દુ માઇગ્રન્ટ્સ, સ્ટુડન્ટ્સ અને અન્ય લોકોએ લીધો હતો. કેટલાક લોકો તો પોતાના 3 અઠવાડિયાના નવજાત બાળકોને તેમના પહેલા દર્શન કરવા લઇ આવ્યા હતા. આ ઉપરાંત નાના બાળકોને પ્રાર્થના કરવા માટે મોટી સંખ્યામાં લાવવામાં આવ્યા હતા.

LEAVE A REPLY