(ANI Photo)

પોતાની રીતના પ્રથમ પ્રયાસ હેઠળ વિશ્વ હિન્દુ પરિષદ અમેરિકા (VHPA) અને વિશ્વ હિન્દુ પરિષદ ઓફ કેનેડાએ રામ મંદિર રથયાત્રાની શરૂઆતની જાહેરાત કરી છે. આ રથ યાત્રા અમેરિકાના 851 અને કેનેડાના 150 મંદિરોની મુલાકાત લેશે. આ રથયાત્રાનો પ્રારંભ 25 માર્ચના રોજ સુગર ગ્રોવ, આઇએલ સ્થિત વર્લ્ડ હિન્દુ કાઉન્સિલ ઓફ અમેરિકા, હિન્દુ સેન્ટર ખાતેથી થશે.

રથયાત્રામાં વિશેષ રીતે શણગારાયેલી વાનમાં ભગવાન શ્રીરામ, માતા સિતા અને લક્ષમણ તેમજ હનુમાનજીની પ્રતિમા તેમજ રામલલાની પ્રતિકૃતિ અને કળશ તેમજ પ્રાણ પ્રતિષ્ઠા પૂજિત અક્ષત રહેશે.
રથયાત્રાના આયોજકોએ 18 માર્ચે એક અખબારી વિજ્ઞપ્તિમાં જણાવ્યુ હતું કે, આ રથયાત્રાનો પ્રાથમિક આશય વિશ્વ

હિન્દુ પરિષદ અમેરિકાના પ્રતિનિધિમંડળે પ્રાપ્ત કરેલા પ્રસાદ અને અક્ષતનું શ્રદ્ધાળુઓને વિતરણ કરવાનો છે. વીએચપીએના પ્રતિનિધિમંડળે અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં યોજાયેલી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લીધો હતો. ઉપરાંત આ પહેલનો આશય તે કાર્યક્રમમાં ભાગીદારીની લેખિત માન્યતા રજૂ કરવાનો પણ છે.

આ રથયાત્રા લગભગ 45 થી 60 દિવસ સુધી ચાલશે અને તેનું સમાપન 23 એપ્રિલ, 2024ના રોજ હનુમાન જયંતીના દિવસે થશે. આ દિવસે રથયાત્રા સુગર ગ્રોવ, આઇએલ પરત આવશે. ત્યાં સુધીમાં રથયાત્રા બને દેશના 1000થી વધારે મંદિરોની મુલાકાત લેશે. રથ યાત્રાના આયોજકોએ તેમાં ભાગ લેવા માટે સ્વયંસેવકો અને સહભાગીઓને આમંત્રણ પણ પાઠવ્યું છે. ધ વિશ્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકા (VHPA) જે વર્લ્ડ હિન્દુ કાઉન્સિલ ઓફ અમેરિકા નામે પણ ઓળખાય છે તે એક નોન-પ્રોફિટ સંગઠન છે અને 1970થી તે અમેરિકામાં સક્રીય છે.

LEAVE A REPLY