ફાઇલ ફોટો (ANI Photo)
સામાન્ય લોકોમાં ફિલ્મ કલાકારો અને સ્પોર્ટ્સ સ્ટાર માટે ખૂબ જ આકર્ષણ હોય છે. ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા અનેક ફિલ્મકારો છે જેમણે પોતાના સાથી કલાકાર સાથે લગ્ન કર્યા હોય. જોકે, ભારતના રમત-ગમતના ક્ષેત્રમાં આવી ઘટનાઓ ખૂબ જ ઓછી બની છે કે સ્પોર્ટ્સ સ્ટાર્સે અંદરો અંદર લગ્ન કર્યા હોય. પરંતુ બોલીવૂડ અભિનેત્રીઓએ ક્રિકેટ સ્ટાર્સ સાથે લગ્ન કર્યા હોય તેવા અનેક કિસ્સા જોવા મળે છે. ઘણી અભિનેત્રીઓએ ક્રિકેટ સ્ટાર્સ પ્રત્યે આકર્ષાઇને લગ્ન કર્યા હતા, જેમાંથી ઘણી અભિનેત્રીઓનું દામ્પત્ય જીવન વિવાદમાં રહીને નિષ્ફળ ગયું હતું. અહીં આવા કિસ્સાોની ચર્ચા કરવામાં આવી છે.
શર્મિલા ટાગોર અને મન્સૂર પટૌડી
શર્મિલા ટાગોર હિન્દી ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી હતા. જ્યારે મન્સૂર અલી ખાન ક્રિકેટ જગતમાં લોકપ્રિય હતા. જોકે તે બંનેનો ધર્મ અલગ હોવાથી તેમના લગ્ન અંગે લોકોને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. જોકે તેઓ એ સમયના પાવર કપલ તરીકે ઓળખાતા હતા.
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ
સુનીલ શેટ્ટીની દીકરી અને અભિનેત્રી આથિયા શેટ્ટીએ યુવા ક્રિકેટર કે. એલ. રાહુલ સાથે જાન્યુઆરી 2023માં લગ્ન કર્યા હતા. તેમની ઓળખાણ તેમના જ એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી અને ત્રણ વરસ સુધી તેમણે ડેટિંગ કર્યું હતું.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી
અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્નએ મનોરંજન ઉદ્યોગ અને રમતજગતના લોકો અને વિશ્વભરના પ્રશંસકોનું ધ્યાન ખેંચ્યું હતું. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને ત્યાં થોડા સમય પહેલા જ પુત્ર જન્મ થયો છે. અગાઉ તેમને એક દીકરી પણ છે. અનુષ્કા અને વિરાટને પણ પાવર કપલ માનવામાં આવે છે.
નતાશા અને હાર્દિક પંડયા
સર્બિયાની મોડેલ અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક અને મૂળ વડોદરાનો લોકપ્રિય ક્રિકેટર હાર્દિક પંડયાએ 14 ફેબ્રુઆરી 2023ના રોજ લગ્ન કર્યા હતા.
હેઝલ કીચ અને યુવરાજ સિંહ
બ્રિટિશ અભિનેત્રી અને મોડેલ હેઝલ કીચે ભારતના એક સમયના ધૂઆંધાર સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહ સાથે લગ્ન કર્યા છે. હેઝલનું મોડેલિંગના ક્ષેત્રમાં રોઝ ડોન નામ હતું. યુવરાજ સિંહ સાથે લગ્ન પછી તેનું નામ ગુરબસંત કૌર રાખવામાં આવ્યું છે. તેણે ભારતીય ફિલ્મો અને ટેલીવિઝનમાં કામ કર્યું છે. તે સુઝુકીની એડર્વટાઇઝમેન્ટમાં પણ જોવા મળી હતી. આ ઉપરાંત બોડીગાર્ડ અને બિલ્લા જેવી ફિલ્મો તેમ જ 2013માં રીયાલિટી શો બિગબોસ-7માં જોવા મળી હતી..
સાગરિકા ઘાટગે અને ઝહીર ખાન
શાહરુખ ખાની ખૂબ જાણીતી ફિલ્મ ચક દે ઇન્ડિયાથી લોકપ્રિય બનેલી સાગરિકા ઘાટગેએ ભારતીય ક્રેકિટર ઝહીર ખાન સાથે લગ્ન કર્યા. આ બંનેએ લગ્ન કર્યા ત્યારે પણ ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું. સાગરિકાના પિતા વિજેન્દ્ર ઘાટગે પણ ફિલ્મ અભિનેતા હતા.
ગીતા બસરા અને હરભજન સિંહ
બોલીવૂડની અભિનેત્રી ગીતા બસરા અને ક્રિકેટર હરભજન સિંઘ એટલે મનોરંજન અને રમતજગતનું મિલન. બંને પોતાના ક્ષેત્રમાં લોકપ્રિય હતા અને તે બન્નેએ લગ્ન કરી લીધા હતા અને તેમને બે સંતાનો પણ છે.
સંગીતા બિજલાની અને અઝરુહદ્દીન
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દિન અને બોલીવૂડની અભિનેત્રી સંગીતા બિજલાનીએ લગ્ન કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જોકે, ઘણા વર્ષો સુધી સાથે રહ્યા પછી તેઓ છૂટા થઇ ગયા હતા. અગાઉ સંગીતા બિજલાનીનું નામ સલમાન ખાન સાથે પણ જોડાયું હતું.
રીના રોય અને મોહસીન ખાન
અભિનેત્રી રીના રોય એક સમયના પાકિસ્તાનના આકર્ષક ક્રિકેટર મોહસીન ખાન તરફ આકર્ષાઇ હતી તેમણે લગ્ન કરી લીધા હતા. પરંતુ પછી કોઇ કારણથી તેમના વચ્ચે વિવાદ થતાં તેમણે છૂટાછેડા લઇ લીધા હતા.
નીના ગુપ્તા અને વિવિયન રિચર્ડસ
બોલીવૂડની પીઢ અભિનેત્રી નીના ગુપ્તા અને એક સમયના વેસ્ટ ઇન્ડિઝના આક્રમક ક્રિકેટર અને કેપ્ટન વિવિયન રિચર્ડસ વચ્ચે ભારતમાં પ્રેમ પાંગર્યો હતો. નીનાને વિવિયન રિચર્ડસ સાથેના સંબંધથી મસાબા નામની પુત્રી પણ થઇ પરંતુ તેમણે લગ્ન કર્યા નહોતા, અને નીના ગુપ્તાને કુંવારી માતા બનવું પડ્યું હતું. જોકે, તેઓ અત્યારે પણ એકબીજાના સંપર્કમાં હોવાનું કહેવાય છે.

LEAVE A REPLY