Photo by Kevin Dietsch/Getty Images)

રશિયા હવે ચીન તરફ ઢળી રહ્યું હોવાની ધારણાને ફગાવી દેતા ભારતના વિદેશ પ્રધાન જયશંકરે જણાવ્યું હતું કે રશિયા એક એવો દેશ છે, કે જેની સાથે ભારતના સંબંધો હંમેશા સકારાત્મક રહ્યાં છે અને બંને દેશોએ એકબીજાના હિતોનું રક્ષણ કરવા વધારાની કાળજી લીધી છે.

સિંગાપોરમાં ભારતીય સમુદાય સાથેના વાર્તાલાપમાં જયશંકરે કહ્યું હતું કે ભારતે રશિયા અથવા અન્ય કોઈ દેશ સાથેના તેના સંબંધોની પોતાના પરિપ્રેક્ષ્ય વિચારણા કરવી જોઇએ. મને કહો કે શું રશિયાએ આપણને મદદ કરી છે કે નુકસાન પહોંચાડ્યું છે? નિર્ણાયક ક્ષણો રશિયાએ યોગદાન આપ્યું છે કે અવરોધ ઊભા કર્યા છે? આ કિસ્સામાં જવાબ એ છે કે રશિયા એક એવો દેશ છે, જેની સાથે આપણા હંમેશા સકારાત્મક સંબંધ રહ્યાં છે. ભારત અને રશિયા બંનેએ એકબીજાના હિતોનું ધ્યાન રાખવા માટે વધારાની કાળજી લીધી છે. તેથી મને લાગે છે કે ભવિષ્ય માટે પણ આપણે આ આત્મવિશ્વાસ રાખવો જોઈએ.

અન્ય એક પ્રશ્નના જવાબમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કલમ 370 એક અસ્થાયી જોગવાઈ હતી અને તેનાથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પ્રગતિશીલ કાયદાના અમલમાં અવરોધ ઊભો થયો હતો. કલમ 370થી અલગતાવાદ, હિંસા અને આતંકવાદને પ્રોત્સાહન મળતું હતું અને તેનાથી સમગ્ર રાષ્ટ્રની સુરક્ષા પડકારો ઊભા થયાં હતાં. આજે તમે જે પરિવર્તન થયું છે, તેના ફાયદા જોઈ શકો છો. મોદી સરકારે 5 ઓગસ્ટ, 2019ના રોજ બંધારણની કલમ 370 રદ કરી હતી અને જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કર્યો હતો.

 

LEAVE A REPLY