ટિકટોક પર એશિયન પેસેન્જર્સની મજાક ઉડાવતો વંશવાદી વીડિયો પોસ્ટ કર્યા પછી બ્રિટિશ એરવેઝના કેબિન ક્રૂના બે સભ્યોની હકાલપટ્ટી કરાઈ હતી. આ વાંધાજનક ક્લિપ હોલી વોલ્ટન અને લોરેન બ્રેએ બનાવી હતી. તેઓ એરલાઇનના ખર્ચે એન્ટિગુઆમાં એક વૈભવી રિસોર્ટ હોટેલમાં હતાં ત્યારે તેમને આ વીડિયો બનાવ્યો હતો, એમ મેટ્રોના રીપોર્ટમાં જણાવાયું હતું.
બ્રિટિશ એરવેઝે આ બે મહિલાઓ હવે તેમની કર્મચારી ન હોવા અંગે પુષ્ટી આપી હતી. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “જાતિવાદના તમામ સ્વરૂપો સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને અમે આ પ્રકારના આરોપોને ખૂબ ગંભીરતાથી લઈએ છીએ.”
વીડિયોમાં બંનેએ એક ચાઈનીઝ પરિવારની મજાક ઉડાવી હતી, જેઓ થોડું અંગ્રેજી બોલે છે અને ફ્લાઈટમાં ડ્રિંક ઓર્ડર કરવાનો પ્રયાસ કરે છે. વોલ્ટનને જાતિવાદી આંખના હાવભાવ કરે અને ચાઇનીઝ ઉચ્ચારમાં “ગીવ મી વાઇન” કહે છે. આ વીડિયો ક્લીપ બ્રેએ બનાવી હતી. વિવાદ પછી તેને બંધ કર્યું હતું.
વીડિયો ઓનલાઈન પોસ્ટ થયા પછી બંનેના સાથી કર્મચારીઓએ જાતિવાદી ક્લિપ પર આઘાત અને નારાજગી વ્યક્ત કરી હતી. એક સહકર્મીએ જણાવ્યું હતું કે મહિલા પરિવાર પર “ઇરાદાપૂર્વક હસતી” હતી જે “સંભવિત સૌથી ખરાબ સંદેશ મોકલે છે.” અન્ય એશિયન સ્ટાફ મેમ્બરે કહ્યું, ”હું આ વીડિયો જોઈને હેરાન થઈ રહ્યો છું. તે મને એરલાઇન અને મારા સાથીદારો સામે સવાલ કરવા મજબૂર કરે છે. કાર્યવાહી કરવી પડશે.